Rajkot News/ રાજકોટ : આધારકાર્ડમાં નામ-સરનામાં બદલવાનું કૌભાંડ, 6 શખ્સો ઝડપાયા

પોલીસે માહિતીને આધારે આ શખ્સોને પકડ્યા હતા

Gujarat Rajkot

Rajkot News : રાજકોટના આધારકાર્ડમાં નામ બદલવાના કૌભાંડમાં પોલીસે છ શખ્સોને દબોચ્યા છે. જેમાં આરોપીઓ નકલી ડોક્યુમેન્ટ્સના આધારે નામ-સરનામા બદલતા હતા. આ કૌભાંડમાં ક્રાઈમ બ્રાંચે રૈયા રોડ આધાર કેન્દ્ર પરથી છ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે માહિતીને આધારે આ શખ્સોને પકડ્યા હતા.

આરોપીઓ નકલી ડોક્યુમેન્ટ્સના આધારે સુધારા કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી. જેમાં કર્મીઓએ અનેક લોકોના નામ અને સરનામાં બદલી નાખ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે કર્મચારીઓની પૂછપરછ શરુ કરવામાં આવી છે. આ કૌભાંડની તપાસ PI મેહુલ ગોંડલીયા, PSI શક્તિસિંહ ચુડાસમા વગેરે દ્વારા કરવામાં આવી રહી છે.

આધાર કાર્ડ માટેના જન સેવા કેન્દ્રમાં કોઇ પણ વ્યક્તિના આધાર પુરાવા વગર ફોટો શોપની મદદથી ફેરફાર કરીને તેનું વેરિફીકેશન કરાવી આપતા હતા. અરજદારો પાસેથી નામ,સરનામું,મોબાઇલ નંબર સહિતની બાબતોના સુધારા માટે 500થી 700 રૂપિયા વસુલતા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આરોપીઓ પાસેથી પોલીસે 52 જેટલા ડોક્યુમેન્ટ કબ્જે કર્યા છે. અરજદારો પાસેથી નામ,સરનામું,મોબાઇલ નંબર સહિતની બાબતોના સુધારા કરી આપવામાં આવતા હતા. આ મામલે પોલીસે કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડ્રગ્સ સામે જંગ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છમાં કરોડોના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવા ઉપસ્થિત રહેશે

આ પણ વાંચો:પશ્ચિમ કચ્છ LCB એ મિરઝાપુરમાંથી આધાર પ્રમાણપત્ર વિના ચોખા ભરેલા ગોદામને સીલ કર્યું

આ પણ વાંચો:કચ્છના ભચાઉમાં કેબલ ચોરીની ઘટનામાં ત્રણ ઝડપાયા, 60 કિગ્રા કોપર કેબલ સાથે બાઇક જપ્ત