Ahmedabad News/ કૃપા ઝાનીની મહિસાગર DPEO પદે બદલી, ગ્રામ્યનો ચાર્જ રોહિત ચૌધરીને સોંપાયો

આ જ ક્રમમાં અચાનક થયેલી બદલી શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બની છે. નોંધનીય છે કે બદલીનું કારણ પણ જાહેર હિતમાં લખાયું છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ ગ્રામીણ DEO તરીકે કાર્યરત કૃપા ઝાનીની હાલ મહિસાગર જિલ્લાના DPEO પદે બદલી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામીણ DEOનો ચાર્જ અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીને સોંપવામાં આવ્યો છે. જોકે, આ જ ક્રમમાં અચાનક થયેલી બદલી શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બની છે. નોંધનીય છે કે બદલીનું કારણ પણ જાહેર હિતમાં લખાયું છે.

આપને જણાવી દઈએ શિક્ષણ વિભાગે ગઈકાલે રાત્રે અચાનક અમદાવાદ ગ્રામીણ DEO કૃપા ઝાની બદલી કરી હતી. કૃપા ઝાની ગ્રામીણ DEOમાંથી બદલી કરીને મહિસાગર જિલ્લાના DPEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીને ગ્રામીણનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામીણ DEO ઉપરાંત કૃપા ઝા અમદાવાદ શહેર DPEOનો ચાર્જ પણ સંભાળી રહ્યા છે, જે જેમ છે તેમ રહેશે. અચાનક થયેલી બદલીથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. આ બદલીને શિક્ષણ જગતમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, ખંડણીને લઇને 15થી વધુ લોકોએ વેપારીને માર્યો માર

આ પણ વાંચો:અમદાવાદના જુહાપુરામાં અસામાજિક તત્વોનો આતંક

આ પણ વાંચો:અમદાવાદના 15 MLA અસામાજિક તત્વોના ત્રાસ મામલે શું કહે છે ? જ્યાં પરપ્રાંતિયો વધુ છે ત્યાં બનાવો બને છે