Vadodara News/ વડોદરાના મેયર સ્ટેજ પર સ્થાન ન મળતા નારાજ, રેલવે મંત્રી સમક્ષ મુદ્દો ઉઠાવાયો

મેયરે પોતાના સ્થાન અંગે વાત આગળ વધારતા સત્તાધિકારીઓને નિર્ણય પર પુનર્વિચાર કરવા મજબૂર કર્યા.

Gujarat Vadodara

Vadodara News : વડોદરાના મેયર પિંકી સોનીને ગતિશક્તિ વિદ્યાલયના પદવીદાન સમારોહ દરમિયાન સ્ટેજ પર સ્થાન ન મળતા નારાજ થઈ ગયા હતા.  મેયર પિંકી સોનીએ પોતાની નારાજગી સ્પષ્ટ રીતે વ્યક્ત કરી હતી.મેયરે રવિવારના કાર્યક્રમ દરમિયાન માહિતી પ્રસારણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો સંપર્ક કરીને તેમની સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો.  તેમનો અવાજ ઉંચો કરવાથી સમગ્ર ઘટના ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બની. મંત્રીએ શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો, છતાં પણ અંતે એક વાક્ય બોલીને તેમણે વાતને અંત આપ્યો હોવાની વાતો બહાર આવી છે. બાદમાં મેયર કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા.

જેના કારણે અણસાર મળ્યો કે તેઓ આ અવગણનાથી ખટકાયા હતાં.પંડિત દિનદયાળ ઓડિટોરિયમમાં રવિવારે સવારે 11 વાગ્યે યોજાયેલા ગતિશક્તિ વિદ્યાલયના પદવીદાન સમારોહમાં રેલવે મંત્રી તથા વિદ્યાલયના ચાન્સેલર અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિ નિર્ધારિત હતી. મંત્રીના સ્વાગત માટે ભાજપના સ્થાનિક આગેવાનો તથા શહેરના મેયર એરપોર્ટ પર હાજર રહ્યા હતા. અહીં મેયરે મંત્રી સમક્ષ તેમની અવગણના થવાના આશય સાથે રજૂઆત કરી હતી, જેના પગલે મંત્રીએ તરત જ ગતિશક્તિ વિદ્યાલયના કુલપતિ મનોજ ચૌધરીને બોલાવીને વિગત જાણી હતી.

આ ઘટના દરમિયાન રેલવે મંત્રીએ સાહજિક રીતે વાતને પૂર્ણ પ્રયાસ કર્યો હતો. પરંતું મેયરે જણાવ્યું કે જો તેમને યોગ્ય માન નહિ અપાય તો તેઓ પદવીદાન સમારોહમાં હાજર નહીં રહે. મંત્રીએ તેમના અવાજે જવાબ આપતા કહ્યું, તો સારું, અમે તમારી શુભેચ્છા અહીંથી જ સ્વીકારીએ છીએ, અને કાર્યક્રમ માટે આગળ વધ્યા. આખી ઘટનાને લઈ પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ અસમંજસમાં મૂકાઈ ગયા હતા. મીડિયા દ્વારા મેયરનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો, પણ તેમની તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.નોંધનીય છે કે, આ પ્રસંગે રેલ મંત્રી સાથે શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, સાંસદ ડો. હેમાંગ જોશી અને મેયર પિંકી સોની ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણે આગેવાનો દ્વારા અલકાપુરી ગરનાળાના બ્રિજના મુદ્દે ખાસ રજૂઆત કરવામાં આવી હતી.

બ્રિજના વિકાસ અને મરામત કામો ઝડપથી શરૂ થાય તથા નાગરિકોને અવરજવર માટે વધુ સુવિધા મળે તેવા મુદ્દાઓ પર ધ્યાન ખેંચાયું હતું.મેયર પિંકી સોનીએ ગતિશક્તિ વિદ્યાલયના કાર્યક્રમમાં થયેલી અવ્યવસ્થાને લઈને ચિંતાની લાગણી વ્યક્ત કરી. તેમના જણાવ્યા અનુસાર, કાર્યક્રમમાં યથોચિત સન્માન અને માન આપવામાં ન આવતાં તેમણે તરતજ ગતિશક્તિ વિદ્યાલયના ચાન્સેલર અશ્વિની વૈષ્ણવ સમક્ષ આ મુદ્દો ઊભો કર્યો. આના જવાબમાં ચાન્સેલરે તુરંત વીસીને બોલાવીને સમગ્ર બાબત જાણી હતી.

વીસીએ જણાવ્યું કે તેઓ મેયર પિંકી સોનીને આમંત્રણ આપી ચૂક્યા છે.મેયર દ્વારા સ્ટેજ પર બેસવાની વાત કરી ત્યારે વીસીએ જણાવ્યું હતું કે, શહેરના પ્રથમ નાગરિક તરીકે તેમને પણ યોગ્ય સ્થાન મળવું જોઈએ. ભલે ગતિશક્તિ વિદ્યાલયે પ્રોટોકોલ મુજબ આગોતરી વ્યવસ્થા કરી હોય અને મહત્ત્વના મહેમાનો માટે સ્થાને નક્કી કર્યાં હતા. મેયરે પોતાના સ્થાન અંગે વાત આગળ વધારતા સત્તાધિકારીઓને નિર્ણય પર પુનર્વિચાર કરવા મજબૂર કર્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જસદણના ડેપ્યુટી કલેક્ટરનો મંદિરમાં VVIP ભોજનની જવાબદારી શિક્ષકોને આપવાનો આદેશ રદ

આ પણ વાંચો:લ્યો બોલો, હવે શિક્ષકો આપશે કેટરિંગની સેવા…! કરશે VVIPની આગતા સ્વાગતા

આ પણ વાંચો:રાજ્યમાં શિક્ષકોની ઘટનો મુદ્દો : અમદાવાદમાં 800 જેટલા શિક્ષકોની ઘટ, શાળા સંચાલકોએ નવા શૈક્ષણિક સત્ર પહેલા ભરતીની કરી માગ