Gujarat News/ ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી!

ગુજરાતમાં હવામાન વિભાગે(IMD) આગામી સાત દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, આજે રાજ્યના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી,

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: ગુજરાતમાં હવામાન વિભાગે(IMD) આગામી સાત દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, આજે રાજ્યના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીને કારણે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે, જેને લઈને હવામાન વિભાગે(IMD) ખાસ એલર્ટ જાહેર કર્યું છે.

31 જુલાઇ થી 2 ઓગસ્ટ સુધી સાવધાન 

આગામી ત્રણ દિવસ એટલે કે 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠે તોફાની પવનોનું જોખમ રહેલું છે. હવામાન વિભાગે (IMD)જણાવ્યું છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 30% વધુ વરસાદ નોંધાયો છે, જે ખેડૂતો માટે લાભદાયી છે, પરંતુ વધુ પડતા વરસાદથી પાકને નુકસાનની ચિંતા પણ વધી છે.

નિષ્ણાંતોના મતે 

હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આગામી 6 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર વધશે, અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વલસાડ, નવસારી, સુરત, અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે.

આ દરમિયાન ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને કારણે સ્થાનિક વહીવટીતંત્રને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ ઉપરાંત, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે.

હવામાન વિભાગે (IMD) જણાવ્યું છે કે, આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે, અને જરૂર પડ્યે નવા એલર્ટ જાહેર કરવામાં આવશે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના પાકની સુરક્ષા માટે યોગ્ય પગલાં લે, અને ખાસ કરીને ડ્રેનેજ વ્યવસ્થા પર ધ્યાન આપે, જેથી વધુ પડતા વરસાદથી નુકસાન ન થાય. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા અને હવામાનની સ્થિતિને લઈને વધુ અપડેટ્સની રાહ જોવાઈ રહી છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠાના પાલનપુરમાં લવ જેહાદનો મામલો

આ પણ વાંચો:બનાસકાંઠાના પાંથવાડા પંથકમાં ગોઝારા અકસ્માતમાં યુવકયુવતી બેના મોત

આ પણ વાંચો:બનાસકાંઠામાં ત્રણ કિ.મી.નો માર્ગ ત્રણ વર્ષ કરતાં વધુ વર્ષથી ન બનતા ગ્રામજનો ઉગ્ર