Nadiad News/ નડિયાદમાં રૂ.25 હજારની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપી લાંચ લેતા ACBની જાળમાં ફસાયો

Gujarat
Nadiad News : નડિયાદમાં દેશીદારૂના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને એક વ્યક્તિ પાસેથી રૂ.25,000ની લાંચ લેતા નડિયાદ LCBમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ હિરેન પટેલ ACBની જાળમાં ફસાઈ ગયો હતો.
આ કેસની વિગત મુજબ ફરીયાદી તથા તેમનાં પરીવારનાં સભ્યો વિરુધ્ધ દેશીદારુનો ખોટો કેસ કરવાની ધમકી નડિયાદ LCBમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હિરેન જયંતીભાઇ પટેલે આપી હતી.  હિરેન પટેલે ફરીયાદી પાસે રૂ.25,000 ની લાંચની માંગણી કરી હતી.  જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે  ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.
જેને આધારે ACBની ટીમે ફરિયાદીના ખેડા જીલ્લાના નડિયાદ સ્થિત ગુતાલ ગામના ઈન્દિરાનગર ખાતેના ઘરે જાળ બિછાવી હતી. જેમાં ફરિયાદી પાસેથી રૂ.25,000ની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ હિરેન પટેલ ઝડપાઈ ગયો હતો.