Kutch News/ લ્યો બોલો કચ્છ યુનિવર્સિટીમાં ઘૂસી આવ્યું નીલગાયનું ટોળું

ભુજના મુન્દ્રા રોડ પર આવેલી ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં એક નહીં પરંતુ આખેઆખું નીલગાયનું એક ટોળું અચાનક ઘૂસી ગયું હતું.

Top Stories Gujarat Breaking News

Kutch News:તમે કોઈના ઘરમાં કે પછી સોસાયટી (Society) માં ગાય ઘૂસી જવાની કે પછી આખલો ઘૂસી જવાની  ઘટના તો સાંભળી હશે, પરંતુ શનિવારે સવારે ભુજના મુન્દ્રા રોડ પર આવેલી ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી (Krishna Verma Kutch University) માં એક નહીં પરંતુ આખેઆખું નીલગાય (Nilgai) નું એક ટોળું અચાનક ઘૂસી ગયું હતું. આ ઘટનાથી ત્યાં હાજર વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો.

આપને જણાવી દઈએ અત્યારે ચોમાસાને કારણે આ કેમ્પસ લીલું છમ છે. જેના કારણે ત્રણ-ચાર નીલગાય યુનિવર્સિટીના વિશાળ લીલાછમ કેમ્પસમાં ઘૂસી ગઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ ઘટના આશ્ચર્યજનક પણ હતી કારણ કે કેમ્પસની આસપાસ સીમા રેખા છે અને મુખ્ય ગેટ પર ચોકીદાર હોવા છતાં, આ જંગલી પ્રાણીઓ યુનિવર્સિટીના કેમ્પસની અંદર ઘૂસી ગયા હતા. કેમ્પસમાં નીલગાયની દોડધામથી વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો. જોકે બાદમાં સુરક્ષા ગાર્ડ્સે તેમને કેમ્પસમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

આવીજ એક ઘટના યુપીમાં બની હતી જ્યાં આખલો બેંકમાં ઘૂસી ગયો હતો.આ આખલો બેંકમાં પ્રવેશતાની સાથે જ અરાજકતા સર્જાય હતી. ત્યારે સિક્યોરિટી ગાર્ડે સમજણ દાખવી આખલાને બહાર કાઢ્યો હતો. અનેઆખલો બહાર આવતા બેંક કર્મચારીઓ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કહેવાય છે કે બેંકની બહાર બે આખલા લડી રહ્યા હતા. દરમિયાન એક આખલો બેંકની અંદર દોડી આવ્યો હતો. આ પહેલા હરદોઈમાં તહસીલની છત પર એક સાથે બે આખલા ચઢી ગયા હતા. તેમાંથી એક આખલાને સીડી પરથી નીચે લાવવામાં આવ્યો હતો પરંતુ બીજાને નીચે લાવવા માટે ક્રેન બોલાવવી પડી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં લથડિયા ખાતા શિક્ષણને ચલાવવા માટે 4100 વિદ્યાસહાયકોની ભરતી લાભકારક ઠરશે કે કેમ?

આ પણ વાંચો:કચ્છમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો લોક દરબાર: નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા આદેશ

આ પણ વાંચો:કચ્છના ભચાઉમાં કેબલ ચોરીની ઘટનામાં ત્રણ ઝડપાયા, 60 કિગ્રા કોપર કેબલ સાથે બાઇક જપ્ત