Mehsana News/ મહેસાણા : અર્બન બેંકની ચૂંટણી પહેલા કોલ રેકોર્ડિંગ વાયરલ

અર્બન બેંકના જનરલ મેનેજર અશોક પટેલનું નિવેદન પણ સામે આવ્યું

Gujarat

Mehsana News : મહેસાણામાં અર્બન બેંકની ચૂંટણી પહેલા કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. જેમાં વિશ્વાસ પેનલને મત આપવાનું કહેતા કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું. જેમાં અર્બન બેંક હેડ ઓફિસથી વાત કરું છું કહી કોલ કરાયા હતા. આ કોલ વિશ્વાસ પેનલને મત આપવા માટે થયા હતા જે વાયરલ થયા હતા. વિશ્વાસ પેનલ ડીએમ પટેલ અને આનંદ પટેલની પેનલ છે.

બીજીતરફ વિકાસ પેનલ દ્વારા સમગ્ર મામલે કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. સમગ્ર મામલે વિકાસ પેનલના જી.કે. પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જી.કે.પટેલે વિશ્વાસ પેનલની નીચી માનસિકતા હોવાનું જણાવ્યું હતું.વધુમાં તેમણે વિશ્વાસ પેનલે માનસિક સંતુલન ગુમાવ્યું હોય તેવું લાગે છે,એમ કહ્યું હતું.

તે સિવાય અર્બન બેંકના જનરલ મેનેજર અશોક પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. અશોક પટેલનું કહેવું છે કે બેંકમાંથી આવો કોઈ ફોન કરવામાં આવ્યો નથી. ઉપરાંત જે નંબરથી ફોન કરાયો તે બેંકનો નંબર નથી. આ અંગે બેંક દ્વારા કલેક્ટરને પણ લેખિતમાં ખુલાસો આપવામાં આવ્યો હતો. અશોક પટેલે કહ્યું હતું કે જરૂર પડશે તો કોલ કરનાર સામે ક્રાયવાહી થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરના કરચલિયાપરા હત્યા કેસમાં મુખ્ય આરોપી યુવરાજ પરમાર ઝડપાયો

આ પણ વાંચો:ભાવનગરમાં ઓનલાઈન ઠગાઈનો વધુ એક કિસ્સો, મહિલાને મફત ડ્રેસની લાલચમાં રૂ. 17,150નું નુકસાન

આ પણ વાંચો:ભાવનગર પોલીસ બેડમાં ખુશીના સમાચાર, 19 પોલીસ કર્મચારીઓને પ્રમોશન