Amreli News/ અમરેલી : વધુ એકવાર જાહેરમાં ફેકાયો બાયો મેડિકલ વેસ્ટ

બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવા સ્થાનિકોએ માંગ કરી છે

Gujarat

Amreli News : અમરેલીમાં વધુ એક વખત બાયો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવામાં આવ્યો છે. જેમાં કચરાની સાથે બાયો મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. ડાયાલિસિસ માટે વપરાતી હેમો ડાયાલાઇઝર જાહેરમાં ફેકવામાં આવી હતી.તે સિવાય અન્ય બાયો મેડિકલ વેસ્ટનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો.

અમરેલીથી ફતેપુર રોડ વચ્ચે આવેલ કચરામાં આ જથ્થો ફેંકવામાં આવ્યો હતો.આમ જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટ નાખતા આરોગ્ય વિભાગ પર સવાલો ઉભા થયા છે. જેને લઈને વેલનાથ સોસાયટીના રહીશોના આરોગ્ય પર ખતરો તોળાયો છે. આથી બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવા સ્થાનિકોએ માંગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરૂચ : ચકચારી મનરેગા કૌભાંડમાં વધુ 4 આરોપીની ધરપકડ

આ પણ વાંચો:ખેરાલુમાં મનરેગા કૌભાંડ! કામ થયા વિના જ રૂપિયા ચૂકવવાનો આરોપ

આ પણ વાંચો:દાહોદમાં મનરેગા કૌભાંડને લઈ ગાંધીનગરથી તપાસ