MANTAVYA Vishesh/ સાઇબર ઠગોની નવી ફ્રોડ સ્ટાઇલઃ ‘પાન કાર્ડ 2.0’  ડાઉનલોડ કરો

સાઇબર ઠગોની એક મોડસ ઓપરેન્ડી સત્તાવાળાઓના પક્કડમાં આવે ત્યાં સુધીમાં તેઓ ઠગાઈની બીજી અનેક પ્રકારની ફ્રોડ સ્ટાઇલ વિકસાવી ચૂક્યા હોય છે.

Mantavya Vishesh

સાઇબર ઠગોની એક મોડસ ઓપરેન્ડી સત્તાવાળાઓના પક્કડમાં આવે ત્યાં સુધીમાં તેઓ ઠગાઈની બીજી અનેક પ્રકારની ફ્રોડ સ્ટાઇલ વિકસાવી ચૂક્યા હોય છે. સાઇબર ગઠિયાઓ માટે જાણે હવે ફ્રોડ તો આંગળીના ટેરવે રમે છે. સાઇબર ઠગોએ ઠગાઈની આવી જ વધુ એક નવી પદ્ધતિ શોધી કાઢી છે. આ પદ્ધતિ જોઈએ તો કોઈપણ માની જાય કે ઓહ, આ તો કરવું જ પડે. આ પદ્ધતિમાં તેઓ રીતસરની લિંક મોકલે છે અને જણાવે છે કે પાન કાર્ડ 2.0 ડાઉનલોડ કરો અને અપડેટેડ પાન કાર્ડ મેળવો. કોઈને પણ એમ લાગે કે આ તો આધાર અને કેવાયસીની જેમ હવે અપડેટે પાન કાર્ડની પણ વિગત આવી હશે. તેથી  તે લિંક પર ક્લિક કરે છે અને આંખના પલકારામાં તેમનું ખાતુ સાફ થઈ જાય છે.

આ પ્રકારના બનાવો વધવા લાગતા અને આખા કૌભાંડની ચિઠ્ઠી સરકારના નામે ફાટતા સરકાર સક્રિય થઈ ઉઠી છે. આવકવેરા વિભાગ  આ પ્રકારના નકલી મેઇલ સામે મેદાનમાં ઉતર્યુ છે અને પાન કાર્ડ વિભાગ સીબીડીટી નેજા હેઠળ આવતો હોવાથી સીબીડીટીએ કરદાતાઓને સાવધ કરવા માંડ્યા છે કે પાન કાર્ડ જ નહીં કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરો, નહીં તો બેન્ક ખાતુ સાફ થઈ જશે.

આ સાઇબર ગઠિયાઓ પહેલાં તો ઇ-મેઇલ કરે છે. તેમા જણાવે છે કે સરકારે નવું ઇ-પાનકાર્ડ લોન્ચ કર્યુ છે. તે ક્યુઆર કોડથી સજ્જ છે અને લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાય છે. હવે યુઝર આ લિંક પર ક્લિક કરતાં નકલી વેબસાઇટ પર પહોંચી જાય છે. આ લિંક પર ક્લિક કરતાં ફેક વેબસાઇટ ખૂલે છે. તે રીતસરની અસલી વેબસાઇટ જેવી જ લાગે છે. અહીં પાન નંબર અને બેન્ક વિગતો પૂછવામાં આવે છે. હવે તમે જેવી માહિતી ભરે કે સાઇબર ગઠિયા તમારી બધી માહિતી ચોરી લે છે. આમ તમારી અંગત અને સંવેદનશીલ માહિતી કૌભાંડીઓ સુધી પહોંચી જાય છે. તેનો તે તમારી સામે દૂરુપયોગ પણ કરી શકે છે. તમને કોઈ સ્કેમમાં સંડોવી પણ શકે છે.

કોઈને એમ જ લાગે કે તમારી માહિતી લઈ જાય તેમા તેને શું ફાયદો, પણ તે તમારી માહિતીનો દૂરુપયોગ કરી શકે છે. તમારી ઓળખને પણ ચોરી શકે છે. તમારી એક ક્લિક તમને નાણાકીય છેતરપિંડી તરફ જઈ શકે છે. તમારી ડિજિટલ સિક્યોરિટી ભયમાં મૂકાઈ શકે છે. તમને કદાચ આજે કશું ન થાય, પરંતુ ભવિષ્યમાં તમે કોઈ મોટા નાણાકીય કૌભાંડમાં સંડોવાઈ શકો છો.

તેથી આ પ્રકારે આવતી લિંક કે નકલી મેઇલથી બચવા કેટલાક સરળ પગલાં ફોલો કરો. હંમેશા તે ધ્યાનમાં રાખો કે જો કોઈ સરકારી મેઇલ હશે તો તેની પાછળ gov.in લખેલું હશે. કોઈપણ ઇ-મેઇલ કે લિંક શંકાસ્પદ લાગે તો તરત જ તેને ડીલીટ કરો, તેને ફોનમાં પણ ન રાખો. આ ઉપરાંત કોઈપણ અજાણ્યા ઇ-મેઇલ કે કંપનીના મેઇલમાં પણ તમારી બધી વિગતો ભરો જ નહીં. તમારી નાણાકીય વિગતો આ જ રીતે બજારમાં કે ડિજિટલ વર્લ્ડમાં ફરતી કરી દેવી યોગ્ય નથી.

લોકોને વિશ્વાસ એટલે આવી જાય કે સરકાર ઇ-આધાર કરાવે છે એટલે હવે સરકારે ઇ-પાન કાર્ડ કે પાન કાર્ડ 2.0 પણ શરૂ કરાવ્યું હશે. પણ વાસ્તવમાં સરકારે આવું કશું શરૂ કર્યુ નથી. તેના કારણે લોકોએ મૂરખ બનવાનો વારો આવે છે. લોકો આ રીતે કૌભાંડીઓની ચાલમાં સપડાઈ જાય છે. આના કારણે તેઓ સાઇબર ગઠિયાઓની જાળમાં સપડાઈ જાય છે અને ઘણા લોકો તો બિચારા ખબર ન હોવાના કારણે ડિજિટલ એરેસ્ટ પણ થાય છે. લોકોએ પાન કાર્ડ અંગે કંઈ પણ જાણવું હોય તો www.incometax.gov.in ની મુલાકાત લો.

આ પ્રકારની લિંક તમારા મેઇલ કે એસએમએસમાં આવે તો તરત જ સરકારના સાઇબર ક્રાઇમ વિભાગને જાણ કરો. નજીકના સાઇબર પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકાય છે અથવા તો www.cybercrime.gov.in. આ ભારત સરકારનું સાઇબર ક્રાઇમ સામેનું સત્તાવાર પોર્ટલ છે. અહીં દરેક પ્રકારના સાઇબર ફ્રોડની ફરિયાદ નોંધવામાં આવે છે.

સાઇબર ઠગો એટલા હોંશિયાર હોય છે કે તેઓ સામાન્ય લોકોને અસલી કે નકલી સાઇટ વચ્ચેની ખબર પણ પડતી નથી, તેથી અહીં જ ધ્યાન રાખવાની જરૂર છે. કોઈપણ બાબતમાં ડરી જવા કરતાં કે ચોંકીને ખોટું પગલું ભરતાં પહેલાં તેની સાવધાનીપૂર્વક ચકાસણી કરો.  જો ક્યારેક ભૂલથી આવી લિંકમાં માહિતી ભરી હોય તો તમારી નજીકની બેન્ક શાખાનો સંપર્ક કરીને ખાતુ ફ્રીઝ કરવા કહો, તેના પર ચાંપતી નજર રાખવા કહો. આ ઉપરાંત UPI, નેટબેન્કિંગ વગેરેના પાસવર્ડ અને પિન સતત બદલો. આ પ્રકારના શંકાસ્પદ મેઇલના શક્ય હોય તેટલા સ્ક્રીન શોટ લઈને તેને રિપોર્ટ કરો. સમયસર પગલાં અને સાવચેતી દાખવીને તમે સાઇબર ક્રાઇમનો ભોગ બનતા બચી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો