Gir Somnath News/ સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ,પ્રભાસ પાટણમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

ગુજરાતના પવિત્ર તીર્થસ્થળ સોમનાથ મંદિરની આસપાસ રૂ. 85 કરોડથી વધુના ખર્ચે બનનારા ભવ્ય કોરિડોર પ્રોજેક્ટને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે.

Top Stories Gujarat Others Breaking News

Somnath News: ગુજરાતના પવિત્ર તીર્થસ્થળ સોમનાથ મંદિરની આસપાસ રૂ. 85 કરોડથી વધુના ખર્ચે બનનારા ભવ્ય કોરિડોર પ્રોજેક્ટને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રભાસ પાટણ ગામે આ પ્રોજેક્ટના વિરોધમાં સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વેપારીઓએ ભાગ લઈને સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો. “અમારે કોઈ હિસાબે કોરિડોર નથી જોઈતો,” એવો સ્પષ્ટ સંદેશ સ્થાનિકોએ આપ્યો છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલા આ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ મંદિરની આસપાસના 5 કિલોમીટર વિસ્તારમાં વિકાસની યોજના છે, જેમાં સમુદ્ર દર્શન પથ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. પરંતુ આ યોજના માટે જરૂરી જમીન સંપાદનને લઈને સ્થાનિકોમાં નારાજગી છે. આ પ્રોજેક્ટથી 384 જેટલા લોકોની મિલકતો પર અસર પડશે, જેમાં રહેણાંક મકાનો, દુકાનો, હોટલો અને ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે.

સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે જણાવ્યું કે, “તંત્ર દ્વારા અસરગ્રસ્તોને કોઈ નોટિસ આપવામાં આવી નથી, જેનાથી લોકોમાં અસંતોષ વધ્યો છે.” સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમની જમીન અને વ્યવસાયોને બચાવવા માટે પૂરતો સંવાદ કે ચર્ચા નથી કરાઈ.

પ્રભાસ પાટણમાં આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, જેમાં મહિલાઓએ આગેવાની લીધી. “જીવ આપીશું, પણ જમીન નહીં” જેવા સૂત્રોચ્ચાર સાથે લોકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. સ્થાનિક વેપારીઓએ પણ દુકાનો બંધ રાખીને આ બંધને સમર્થન આપ્યું. પ્રાંત અધિકારીઓએ સમજાવટનો પ્રયાસ કર્યો, પરંતુ લોકો માન્યા ન હતા.

આજે, 6 ઓગસ્ટ 2025ના રોજ, સ્થાનિકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાની યોજના છે, જેમાં તેઓ પોતાની માંગણીઓ રજૂ કરશે. વેપારીઓએ એવી પણ માંગ કરી છે કે, જો તેમની મિલકતો ખાલી કરાવવામાં આવે, તો યોગ્ય વળતર અને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે.

સોમનાથ ટ્રસ્ટ અને પ્રાંત અધિકારીઓએ આ મામલે બેઠક યોજી હતી, જેમાં વેપારીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવાની ચર્ચા થઈ. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ અસરગ્રસ્તોને હૈયાધારણા આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ નથી આવ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન

આ પણ વાંચો:સોમનાથ ટ્રસ્ટને પાલિકાએ આપી નોટિસ

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા આવતીકાલે મળશે સોમનાથ ટ્રસ્ટની બેઠક