ખેતી બેંક/ ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા પર ગેરકાયદે સભાસદ બનવાનો આરોપ, સામાન્ય સભામાં હોબાળો, પ્રતિનિધિઓની અટકાયત

મુખ્યમંત્રીનો ઋણ સ્વીકાર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શરૂ થયેલી સામાન્ય સભામાં ડોલર કોટેચાના ગેરકાયદે સભાસદ બનવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેન્ક લિમિટેડ (ખેતી બેંક)ની ગાંધીનગરના ટાઉનહોલ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં ચેરમેન ડોલર કોટેચા પર ગેરકાયદે સભાસદ બનવાનો આરોપ લાગતાં ભારે હોબાળો મચ્યો હતો. આ મુદ્દે સભાસદોએ ખુલાસો માગતાં સભા તાત્કાલિક સમેટી લેવાઈ હતી. આ ઘટનાએ સહકારી આલમમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સભામાં ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ખેતી બેંકના ડિરેક્ટરો અને સભાસદો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીનો ઋણ સ્વીકાર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શરૂ થયેલી સામાન્ય સભામાં ડોલર કોટેચાના ગેરકાયદે સભાસદ બનવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. અમદાવાદ જિલ્લાના પ્રતિનિધિ કાનભા ગોહિલે મંચ પરથી આ મુદ્દે ખુલ્લો વિરોધ નોંધાવ્યો, જેના કારણે સભામાં હોબાળો થયો અને સભા અધવચ્ચે જ સમેટાઈ ગઈ.

સભા શરૂ થાય તે પહેલાં મહેસાણાના પ્રતિનિધિ રમેશભાઈ ચૌધરી અને સાબરકાંઠાના પ્રતિનિધિ સજ્જનસિંહ ઝાલાની ટાઉનહોલના ગેટ પાસેથી અટકાયત કરવામાં આવી હતી. બંનેને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવાયા હતા. આ પ્રતિનિધિઓ ડોલર કોટેચા દ્વારા કરાયેલા ગેરકાયદે ઠરાવોનો વિરોધ કરવા અને ખુલાસો માગવા તૈયાર હતા. સભા પૂર્ણ થયા બાદ બંનેને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ સહકારી ક્ષેત્રે રાજકીય હસ્તક્ષેપના આરોપોને વેગ આપ્યો છે.

સામાન્ય સભામાં એજન્ડા છુપાવીને પેટા નિયમોમાં સુધારા કરવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. આ સુધારાઓમાં બિન-ખેડૂતો અને ખેતીની જમીન ન ધરાવતા થાપણદારોને સભાસદ બનાવવાનો નિર્ણય સામેલ છે. ડિસેમ્બર 2024માં યોજાયેલી ખાસ સાધારણ સભામાં આ નિર્ણયો એજન્ડાની જાણકારી વિના મંજૂર કરાયા અને રાજ્ય સહકારી રજિસ્ટ્રારની કચેરીમાં મોકલાયા. ખેડૂતોના વિરોધ બાદ 5 મે, 2025ના રોજ રજિસ્ટ્રાર દ્વારા સુનાવણી રાખવામાં આવી, પરંતુ રજિસ્ટ્રાર એન.વી. ઉપાધ્યાયની બદલીને કારણે સંયુક્ત રજિસ્ટ્રાર શ્વેતાબેન પટેલે લેખિત જવાબ માગ્યો. ખેડૂતોના વાંધા છતાં, રજિસ્ટ્રારે એકતરફી નિર્ણય લઈને સુધારાઓને મંજૂરી આપી હોવાનો આરોપ છે.

મહેસાણાના રમેશભાઈ ચૌધરીએ સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માને લેખિત રજૂઆત કરી, આ મામલે તપાસની માંગ કરી. કોઈ નિર્ણય ન આવતાં તેમણે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ સમક્ષ અપીલ કરી. પરિણામે, નાયબ સચિવ આર.એચ. દાતણિયાએ રજિસ્ટ્રારના 7 મે, 2025ના હુકમ સામે કામચલાઉ મનાઈ હુકમ જારી કર્યો છે.

ડોલર કોટેચા GSC બેન્કના પ્રતિનિધિ તરીકે ખેતી બેંકના બોર્ડમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે જોડાયા હતા. GSC બેન્કમાં તેમની ડિરેક્ટર તરીકેની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, તેઓ ખેતી બેંકના ચેરમેનપદે ચાલુ છે. સહકારી કાયદાની કલમ 74(1-ક)ની પેટા કલમ-2 અનુસાર, ફક્ત ચૂંટાયેલા સભ્યો જ હોદ્દેદાર બનવા હક્કદાર છે. આમ, કો-ઓપ્ટ સભ્ય તરીકે ચેરમેનપદે રહેવું એ પણ વિવાદનું કારણ બન્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેતી બેંકના તમામ સભાસદો, ખેડૂતો, ખાતેદારો અને સહકારી આગેવાનોને શુભકામનાઓ અને અભિનંદન પાઠવતા અમિત શાહ

આ પણ વાંચો:ગુજરાતના 50 હજાર ખેડૂતોને થશે ફાયદો, ખેતીબેંકની લોન 25 ટકા જ ભરવાની રહેશે….

આ પણ વાંચો:ગ્રામીણ સ્વ સહાય જૂથ-સખી મંડળોને લોન-ધિરાણ આપવાની પ્રક્રિયા સહકારી બેંકો સરળતા સાથે વેગવાન બનાવે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ