Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પર એરલાઇન્સની વધુ એક બેદરકારી સામે આવી છે. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો રઝળી પડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જતી વિસ્તારાની ફ્લાઈટમાં ટેક ઓફની થોડીક ક્ષણો પહેલા જ ખામી સર્જાઈ હતી. જેના કારણે ફલાઈટમાં બેઠેલા મુસાફરોને નીચે ઉતારી દેવાયા હતાં. ટેકનિકલ ખામીને કારણે એરપોર્ટથી દિલ્હી જતી વિસ્તારાની ફ્લાઈટનું ટેક ઓફ રદ કરી દેવાયુ હતું. જેના કારણે મુસાફરો રઝળી પડ્યા હતાં. મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડતાં અનેક સવાલો ઉભા થયા હતાં.
ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈમાં અમદાવાદ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. અમદાવાદથી દીવ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતાં. પાયલટે મેડે કોલ આપતાં જ ફ્લાઈટને ટેક ઓફ કરતાં અટકાવી દેવાઈ હતી. મુસાફરોને ફ્લાઈટમાંથી નીચે ઉતારી દેવાયા હતાં અને ફ્લાઈટ કેન્સલ કરાઈ હતી.
આ પણ વાંચો: ભાવનગરમાં વૃધ્ધ પાટીદાર પર જીવલેણ હુમલાના વિરોધમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે જાહેરસભા યોજાઈ
આ પણ વાંચો: ભાવનગરના કાળાતળાવ ગામમાં વૃદ્ધ ખેડૂત પર નિર્દય હુમલો, પાટીદાર સમાજમાં આક્રોશ, સુરતથી 100 કારનો કાફલો રવાના
આ પણ વાંચો: મોરબીમાં દાંડિયા ક્લાસમાં દૂષણ સામે પાટીદારોમાં પ્રચંડ આક્રોશ
