Lifestyle News: આપણામાંથી ઘણા લોકો પોતાની સ્કિનને ગ્લૉઇંગ બનાવવા માટે અને એક્ને તથા ખીલને દૂર કરવા માટે મોંઘીદાટ પ્રોડક્ટ્સનો વપરાશ કરતા હોય છે. આ પરિસ્થિતિમાં કેટલીક વસ્તુઓ તો કારગર નીવડે છે પરંતુ, કેટલીક પ્રોડક્ટ્સની ત્વચા પર કોઇ જ અસર થતી નથી ઊલટી એની આડઅસરો પણ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં ઘરગથ્થું ઉપચારો કામ આવી શકે છે. આપણા પરંપરાગત ભારતીય રસોડામાં એવી કેટલીયે વસ્તુઓ છે કે, જેનો ઉપયોગ કરીને તમે તમારી ત્વચાની કાયાપલટ કરી શકો છો! આવી જ એક વસ્તુ છે જાયફળ, જે તમારી ત્વચા માટે અત્યંત અસરકારક સાબિત થઇ શકે છે. જાયફળનો ઉપયોગ ખાવાની વાનગીમાં સુગંધ ઉમેરવા માટે કરવામાં આવે છે વળી, સ્વાસ્થ્ય માટે પણ એનુ સેવન ઘણુ જ ફાયદાકારક સિદ્ધ થાય છે. તો આવો જાણીએ કે, સ્કિન માટે જાયફળ શી રીતે લાભદાયક હોઇ શકે?
ત્વચા માટે જાયફળના ફાયદા-
1. વયવૃદ્ધિની પ્રક્રિયાને ધીમી કરશે-
જાયફળ પોતાના એન્ટિ-એજીંગ ગુણધર્મ માટે પણ જાણીતુ છે. એના કુદરતી ઘટકો ત્વચાની કોશિકાઓના નવીનીકરણને પ્રોત્સાહિત કરવા ઉપરાંત, ઝીણી રેખાઓ અને કરચલીઓ જેવા ઉંમર વધવાના લક્ષણોને ઓછા કરવાનું કાર્ય કરે છે.
2. તણાવને દૂર કરશે –
જાયફળ એક કુદરતી સ્ટ્રેસ નિવારકના રુપમાં પણ કાર્ય કરે છે. રાત્રિના સમયે ગરમ દૂધમાં એક ચપટી જાયફળ મિક્સ કરીને પીવાથી મન શાંત થાય છે, તણાવ દૂર થાય છે અને નિદ્રા પણ આરામદાયક બને છે.
3. ખીલનો અસરકારક ઈલાજ-
જાયફળ હોર્મોનલ અસંતુલન સાથે જોડાયેલી સમસ્યાઓ જેવી કે ખીલ, તૈલી ત્વચા અથવા મૃત ત્વચાને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. જો કે, એનુ સેવન તદ્દન ઓછી માત્રામાં કરવુ જોઇએ.
4. એન્ટિ-ઑક્સિડન્ટ્સ થી ભરપૂર-
જાયફળમાં રહેલું એન્ટિ-ઑક્સિડન્ટ, વિટામિન સી અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોનું જબરદસ્ત મિશ્રણ સ્કિન પર અદ્ભૂત કાર્ય કરે છે. એને ઘસીને પાણી કે ગુલાબજળ સાથે ભેળવીને લગાવવાથી ધીરે-ધીરે ત્વચાની રંગત અને આભા નીખરે છે. નિયમિત ઉપયોગથી ચહેરાની રંગત એકસમાન બને છે, ચહેરા પરના ડાઘ ઓછા થાય છે અને રંગ ઉઘડે છે.
શી રીતે લગાવશો?
જાયફળનો પ્રયોગ ચહેરા પર કરવા માટે, એક સૂકા જાયફળને લઇને તેની ઉપરનું પડ કાઢી લેવું. ત્યારબાદ, એક સ્વચ્છ પત્થર પર ઘસવું અને તેમાં સાદું પાણી અથવા ગુલાબજળ મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને ચહેરાના જે ભાગ પર ખીલ દેખાય તે તમામ સ્થાને આંગળી વડે લગાવી દેવી. આમ કરવાથી ખીલ તથા એક્નેના ડાઘ ઘણા ઝાંખા થઇ જાય છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
