Dharma & Bhakti/ જન્માષ્ટમી પહેલા ઘરે લઈ આવો આ 5 વસ્તુઓ, કાન્હાને પ્રસન્ન કરો, ધન-સંપત્તિના મળશે આશીર્વાદ!

જન્માષ્ટમી પહેલા અથવા એ જ દિવસે લડ્ડૂ ગોપાલની મૂર્તિ સહિતની અમુક ચીજવસ્તુઓ ઘરે લાવવાથી ઘરમાં બરકત આવે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

Trending festival Tips & Tricks Lifestyle

Dharma & Bhakti:  હિન્દુ સનાતન ધર્મમાં શ્રી કૃષ્ણ ભગવાનના અવતરણ દિવસ જન્માષ્ટમીને એક મહત્વપૂર્ણ તહેવાર ગણવામાં આવે છે. આ દિવસે, ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ધૂમધામથી મનાવવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે 16મી ઑગષ્ટના રોજ જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. આ દિવસે દર વર્ષની જેમ, રાત્રિના 12 વાગ્યે કાન્હાનો જન્મોત્સવ મનાવવામાં આવશે અને 56 ભોગ અર્પિત કરવામાં આવશે. ભક્તો કનૈયાને પારણે ઝુલાવીને
એમની લીલાઓનું સ્મરણ કરે છે. આ દિવસે ઉપવાસ કરવાનું પણ શાસ્ત્રોક્ત વિધાન છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જન્માષ્ટમીના દિવસે કેટલીક વિશેષ વસ્તુઓને ઘરમાં લાવવાથી લડ્ડુ ગોપાલ અતિ પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો આવો જાણીએ, કઇ છે આ 5 વસ્તુઓ?

લડ્ડુ ગોપાલની મૂર્તિ

શાસ્ત્રોના મત મુજબ, જો તમે લડ્ડુ ગોપાલની વિધિવત્ રીતે સેવા કરી શકતા હો તો એને તમારા ઘરમાં જરુર સ્થાપિત કરો. જો તમે પણ લડ્ડુ ગોપાલની સેવા કરવા માગો છો તો એની સુંદર નાની મૂર્તિને ઘરે લઇ આવો. જન્માષ્ટમીના દિવસે એને સ્થાપિત કરીને વિધિવત્ સ્નાન કરાવીને મનોહર શૃંગાર કરો અને લાલાને પારણે ઝુલાવો.

વાંસળી

કાન્હાની અતિ પ્રિય વસ્તુ છે વાંસળી! તો આ જન્માષ્ટમી પર તમે વાંસળી ખરીદીને ઘરે લાવી શકો છો અને તેને મંદિરમાં કૃષ્ણ ભગવાન પાસે મૂકી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં પૂર્વ, ઉત્તર અથવા તો ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં તમે વાંસળીને દિવાલ પર સજાવી શકો છો. આવું કરવાથી વાસ્તુ દોષ દૂર થવા ઉપરાંત, ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

મોરપિચ્છ

શ્રીકૃષ્ણના તમામ સ્વરુપ તથા તેમના બાળસ્વરુપ એવા લડ્ડુ ગોપાલના માથા પર હંમેશાં મોરપિચ્છ ધારણ કરેલું હોય છે. એને રાધાના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુદોષ નિવારણ માટે તથા રાધા-કૃષ્ણની પરમ કૃપા મેળવવા માટે મોરપિચ્છને, જન્માષ્ટમીના દિવસે અથવા તો એ પહેલા અવશ્ય ઘરે લઇ આવવું.

તુલસી

ભગવાન વિષ્ણુ સહિત એમના અન્ય અવતારોને ભોગ લગાવતી વખતે તુલસી દળ મૂકવું જરુરી છે, એના વિના એ ભોગ સ્વીકાર કરતા નથી. આવા સંજોગોમાં જન્માષ્ટમીના દિવસે તમે પણ ઘરે તુલસીનો છોડ વાવી શકો છો. આમ કરવાથી શ્રી કૃષ્ણની સાથે સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

પીળા વસ્ત્ર

ભગવાન વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે. જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલ માટે પીળા રંગના વસ્ત્રો લઇ આવો. આ ઉપરાંત, પોતાના માટે પણ પીળા રંગના વસ્ત્રો લાવો. જન્માષ્ટમીના દિવસે આ રંગના વસ્ત્રો ધારણ કરવાથી ભાગ્ય પ્રબળ બને છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચમકી ઉઠશે આ 3 રાશિઓનું ભાગ્ય, ગ્રહોના રાજકુમાર બુધ થશે માર્ગી, 11 ઑગસ્ટથી અચાનક ધનલાભના યોગ!

આ પણ વાંચો:તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ