Janmashtami Special: સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કૃષ્ણ ભક્તો માટે જન્માષ્ટમી એક વિશેષ અવસર છે. આ દિવસે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ધૂમધામપૂર્વક મનાવવામાં આવે છે. આ વર્ષે, 15 મી અને 16 મી ઑગષ્ટે ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમના અવતરણ દિવસની અને નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આનંદ અને ભક્તિની ભાવનાથી તરબોળ, એવા આ પર્વ પર લોકો અનેરા ઉત્સાહથી પૂજા કરે છે અને કાન્હાને ધરાવવા માટે અનેક પ્રકારના ભોગ તથા મિષ્ટાન તૈયાર કરે છે.
જન્માષ્ટમી અને નંદમહોત્સવના દિવસે, કાન્હાને પોતાના હાથેથી બનાવેલો પ્રસાદ ધરાવવો એ જીવનનો એક અનેરો લ્હાવો છે. આજે અમે તમારા માટે એક વિશેષ પ્રસાદની રેસિપી લઇને આવ્યા છીએ. તો ચાલો જાણીએ, એને બનાવવાની રીત વિશે

ધાણા પંજરી
ધાણા પંજરી એ જન્માષ્ટમીના તહેવાર પર બનાવવામાં આવતો એક વિશેષ પ્રસાદ છે, જેને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે અને ઉપવાસ પૂર્ણ થયા બાદ ગ્રહણ કરવામાં આવે છે. આ પ્રસાદ સ્વાદિષ્ટ અને ગુણકારી હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.
બનાવવાની રીત-
1. એક તાવડીમાં અડધો કપ ઘી ગરમ કરો.
2. એમાં એક કપ ધાણા પાઉડર નાખો અને ધીમા તાપે, સોનેરી થાય અને મહેક આવે ત્યાં સુધી, શેકી લો.
3. લગભગ 1/4 કપ બારીક સમારેલા ડ્રાય ફ્રુટ્સ જેવા કે, કાજુ, બદામ અને કિશમિશ વગેરે ઉમેરો. હવે મધ્યમ તાપે 3 મિનિટ સુધી શેકી લો.
4. ડ્રાય ફ્રુટ્સની સાથે-સાથે તમે એમાં સૂકા કોપરાનું થોડું છીણ અથવા સમારેલા મખાના પણ ઉમેરી શકો છો.
5. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો. એક અન્ય વાડકામાં અડધો કપ બૂરું ખાંડ અને એક નાની ચમચી ઇલાયચી પાઉડર મિક્સ કરો, પછી એને આ ઠંડા થયેલા મિશ્રણમાં ભેળવી દો. તમારી ધાણા પંજરીનો પ્રસાદ તૈયાર છે.
આ પણ વાંચો:ચમકી ઉઠશે આ 3 રાશિઓનું ભાગ્ય, ગ્રહોના રાજકુમાર બુધ થશે માર્ગી, 11 ઑગસ્ટથી અચાનક ધનલાભના યોગ!
આ પણ વાંચો:તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
