Mehsana News : ગુજરાતમાં અકસ્માતના બનાવોનું પ્રમાણ વધી ગયું છે. અકસ્માતના આવા જ એક બનાવમાં મહેસાણામાં પૂરપાટ ઝડપે જતી કારે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યુ હતું. મહેસાણા જિલ્લાના ભાડુ ગામ નજીક બનેલી ગંભીર હિટ એન્ડ રનની ઘટનામાં મોપેડ પર જઈ રહેલી બે મહિલાઓને પૂર ઝડપે આવેલી કાર દ્વારા ટક્કર મારી હતી.
જેમાં અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે બીજી યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી છે.મળતી માહિતી મુજબ બંને મહિલા મોપેડ પર જઈ રહી હતી ત્યારે પૂર ઝડપે આવી રહેલી કાર ચાલકે બેદરકારીપૂર્વક મોપેડને ટક્કર મારી હતી. કારચાલક ટક્કર બાદ તરત જ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો.ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ રીતે કારની સ્પીડ અને અકસ્માતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
સ્થાનિક પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી દીધી છે અને કાર ચાલકની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ઘાયલ યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં તેનું સારવાર ચાલી રહી છે. પોલીસે કહ્યું હતું કે, સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઝડપી માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:ભાવનગરમાં આખલોલ જકાતનાકા નજીક પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો:ભાવનગરમાં વૃધ્ધ પાટીદાર પર જીવલેણ હુમલાના વિરોધમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે જાહેરસભા યોજાઈ
