Gandhinagar News : રાજ્યની શાળાઓમાં હવે ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે. જેમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે. ધો. 9થી 12માં ભગવદ્ ગીતાના મૂલ્યોના પાઠ ભણાવવાના આદેશ અપાયા છે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની તમામ શાળાઓને આ આદેશ કરવામાં આવ્યો છે.

તે સિવાય પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો પણ પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો વર્ષ 2025-26 ના શૈક્ષણીક વર્ષમાં ફરજિયાત અમલ કરાવવામાં આવશે. આ અભ્યાસક્રમ પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે તમામ જિલ્લાના શૈક્ષણિક અધિકારીઓને શિક્ષણ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યની તમામ શાળાઓમાં ફરજિયાત અમલ કરાવવાના આદેશ થયા છે.
આ પણ વાંચો: Mahesana News/વિસનગર મારુ વતનઃ દીપક તિજોરી
આ પણ વાંચો: Mahesana News/કેનેડાના PRના બહાને મહેસાણાના દંપતી સાથે 25 લાખનો ફ્રોડ
આ પણ વાંચો: Mahesana News/મહેસાણામાં જમીન પચાવી પાડવાના કાવતરાનો પર્દાફાશ
