Ahmedabad News/ અમદાવાદ : હાથ અડી જવા મુદ્દે ફરી એક સ્ટુડન્ટે બીજાને ધમકી આપી

ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં નજીવી બાબતના ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ધમકી આપી હતી. હાથ અડી જવા જેવી લામાન્ય બાબતને લઈને તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ બનાવ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બન્યો હતો.

જેમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને ઈન્સ્ટાગ્રામ પર ગાળો ભાંડી હતી. જેમાં તેણે ધમકી આપતા કહ્યું હતું કે ‘તેરી ફિલ્ડિંગ તો મૈને બહુત પહેલે સેટ કર દી હૈ’. જેમાં આઈ.પી. મિશન સ્કૂલમાં ધો. 12ના વિદ્યાર્થીને ધમકી આપવામાં આવી હતી. વિદ્યાર્થીએ ઈન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી આપીહોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.

બાદમાં વિદ્યાર્થીને આપેલ ધમકીઓનું ચેટ વાયરલ થયું હતું. આ બનાવમાં ધમકી આપનાર વિદ્યાર્થી ધોરણ 11માં ભણતો હોવાનું જાણવા મળ્યું છે.જેને આચાર્ય સાથે ગેર વર્તણુક મામલે શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ચોંકાવનારી ઘટના,યુવતી સાથે બે યુવકોની મારપીટનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:રાજકોટની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જન્નત મીરનો આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો:રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત,બસ પર પથ્થરમારો, ડ્રાઇવર ઘાયલ