Ahmedabad News/ અમદાવાદમાં PMના કાફલામાંથી પરત ફરી રહેલી એક મહિલા કોન્સ્ટેબલ અને 108 મહિલા કર્મચારીનું મોત

નરોડા 108 ઇમરજન્સી સેન્ટર પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેના કારણે વિરલબેન અને હિરલબેન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: PM મોદી (PM Modi) ની વ્યવસ્થા દરમિયાન એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદ (Ahmedabad) નરોડા 108 સેન્ટર પાસે થયેલા અકસ્માતમાં મહિલા પોલીસ અધિકારી વિરલબેન રબારી અને 108 સેન્ટરના કર્મચારી હિરલબેન રાજગોરનું દુઃખદ મૃત્યુ થયું છે.

PM મોદીના કાર્યક્રમની વ્યવસ્થામાં સામેલ મહિલા પોલીસ અધિકારી વિરલબેન રબારી અને 108 સેન્ટરના કર્મચારી હિરલબેન રાજગોર એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન નરોડા 108 સેન્ટર પાસે એક ડમ્પર ચાલકે બંનેને ટક્કર મારી હતી. બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ બંનેના મોત થયા હતા. જી ડિવિઝન ટ્રાફિક પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને તપાસ કરી રહી છે.

ગાંધીનગર સાયબર સેલમાં ફરજ પર તૈનાત મહિલા કોન્સ્ટેબલ વિરલબેન રબારી અને 108માં ફરજ પર તૈનાત હિરલબેન રાજગોર સાંજે એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન નરોડા 108 ઇમરજન્સી સેન્ટર પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેના કારણે વિરલબેન અને હિરલબેન ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે હાજર પોલીસે બંનેને પોલીસ વાહનમાં સારવાર માટે સેલ્બી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ બંનેનું મોત નીપજ્યું હતું.

આ અકસ્માત સંદર્ભે જી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે. અજાણ્યા ટ્રક ડ્રાઈવરની પણ તપાસ કરવામાં આવી રહી છે. ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવશે અને વધુ તપાસ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યના 2 મહિલા સરપંચોને દિલ્હીમાં પ્રજાસત્તાકની ઉજવણીમાં ગેસ્ટ તરીકે નિમંત્રણ

આ પણ વાંચો:બાવળ કાપવાની મંજુરી માટે 80 હજારની લાંચ લેતા મહિલા સરપંચના પતિ સહિત 2 ઝડપાયા

આ પણ વાંચો:મહિલા સરપંચને બોલાવો, અમને પણ થોડી ફીલિંગ આવશે …’, ભાજપના ધારાસભ્ય સતપાલ જાંબાના બગડ્યા બોલ