Bhavnagar News:મહુવા (Mahuva) સાવરકુંડલા હાઇવે (Savarkundla Highway) પર ચીકણી માટી અને ખરાબ રોડની સ્થિતિને કારણે અકસ્માતોની વણજાર સર્જાઈ છે. ખાસ કરીને ડુંડાસ ચોકડી નજીક આવેલા ચીકણી માટીના રસ્તા પર અનેક ટુ-વ્હીલર ચાલકો લપસી પડ્યા છે, જેના કારણે અનેક નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. આ સ્થિતિને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં રોષ ફેલાયો છે.

મહુવાથી સાવરકુંડલા જતા આ હાઇવે પર લાંબા સમયથી મોટા-મોટા ખાડાઓની સમસ્યા ચાલી રહી હતી. આ ખાડાઓને ભરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા માટી નાખીને લેવલિંગનું કામ કરવામાં આવ્યું હતું. જોકે, આ ઉપાય ઉલટો પડ્યો. વરસાદના કારણે આ માટી ચીકણી થઈ ગઈ, જેના લીધે રોડ ખૂબ જ લપસણો બની ગયો છે. આના પરિણામે ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ રોડ પર સંતુલન જાળવવું મુશ્કેલ બન્યું છે, અને લપસી પડવાની ઘટનાઓ વધી છે.

ડુંડાસ ચોકડી આસપાસનો વિસ્તાર આ સમસ્યાથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં ચીકણી માટીના રસ્તા પર ટુ-વ્હીલર ચાલકો રીતસર લપસી રહ્યા છે. માહિતી અનુસાર, આ વિસ્તારમાં રોજબરોજ નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે, જેમાં કેટલાક ચાલકોને ઈજા પણ થઈ છે. વાહનચાલકોનું કહેવું છે કે રોડની આ સ્થિતિને કારણે તેઓને દરરોજ જીવનું જોખમ લઈને મુસાફરી કરવી પડે છે.
આ પણ વાંચો:ભાવનગર : પાલીતાણાના વડાળ ગામે સિંહોના ટોળાએ 12 પશુનું કર્યું મારણ
આ પણ વાંચો:ભાવનગરને કેન્દ્રીય રેલવે મંત્રાલયની મોટી ભેટ, રેલ લાઈન પ્રોજેક્ટને મળી અંતિમ મંજૂરી
આ પણ વાંચો:ભાવનગર,વડોદરામાં અકસ્માતોનો દોર, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં ખસેડાયા
