Lifestyle: જો તમે પણ હાઈ બીપી (High Blood Pressure) અને શુગર (Diabetes) ની તકલીફથી હેરાન-પરેશાન છો તો, સવારે નરણા કોઠે આ મસાલાના પાણીનું સેવન કરીને અગણિત લાભ મેળવી શકો છો અને એનાથી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે.
ખાણી-પીણીની ખોટી ટેવોથી તમારુ શરીર બીમારીઓથી ઘેરાઇ શકે છે. ઉચિત આહાર (Balanced Diet) ન લેવાથી અને અયોગ્ય જીવનશૈલીના કારણે તમે ઘણી બીમારીઓની ચુંગાલમાં ફસાઇ શકો છો. આથી જ તમારા ડાયેટ (Diet)માં પૌષ્ટિક ચીજવસ્તુઓને સામેલ કરવી અત્યંત જરુરી બની જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર આ બે એવી બીમારી છે કે જેમનો શિકાર બનેલી વ્યક્તિઓએ હંમેશાં દવાઓ લેવી જ પડે છે. પરંતુ, શું તમને ખબર છે કે, તમારા જ રસોડામાં એવી વસ્તુઓ હાજર છે જે આ બીમારીઓને દૂર રાખવાનું સામર્થ્ય ધરાવે છે! એ પૈકી એક છે મેથી અને બીજી છે ધાણા! એમનું સેવન બ્લડ પ્રેશર અને શુગરને કંટ્રોલ કરવામાં મદદરુપ થઇ શકે છે. તો આવો જાણીએ કે, એમના સેવનનો લાભ કઇ રીતે લેવો?
બીપી-શુગર માટે મેથી અને ધાણાનું પાણી
આજકાલ, લાઇફસ્ટાઇલ અને ખાણી-પીણીને કારણે મોટાભાગના લોકોને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ પોતાના સકંજામાં લઇ રહી છે. આ બીમારીઓને મૂળથી નાબૂદ કરી શકાય એમ નથી પરંતુ, એમને કંટ્રોલ (Control) તો અવશ્ય કરી જ શકાય! નરણા કોઠે મેથી અને ધાણાનું પાણી (Methi Water and Dhana Water) પીવાથી તમને ઘણા ફાયદા મળી શકે છે.

ડાયાબિટીસમાં મેથીનું પાણી
મેથીમાં એવા ગુણ મળી આવે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક હોય છે. વળી એ રક્ત શર્કરાના સ્તરને પણ નિયંત્રિત રાખવામાં મદદ કરી શકે છે.
મેથીદાણામાં સૉલ્યુબલ ફાઇબર હોય છે જે, ડાયજેશનને સ્લો કરી દે છે અને એના કારણે શરીરમાં ગ્લુકોઝનું અવશોષણ પણ ધીમું થઇ જાય છે.
મેથીના પાણીનું સેવન તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી (Insuline Sensitivity)ને પણ સુધારે છે.
મેથીના પાણીના સેવન દરમિયાન, તમારે પરેજી પાળવાની પણ જરુર રહેશે. ખાંડ તથી ગળી વસ્તુઓનું સેવન કરવાનું ટાળો અને સાથે-સાથે સોજી અને મેંદાથી બનેલી ચીજવસ્તુઓનું સેવન ઓછું કરો. પોતાના આહારમાં પાંદડાવાળા શાકભાજી, ફળો વગેરેને સામેલ કરો તથા મલ્ટીગ્રેઇન લોટમાંથી બનેલી વાનગીઓને ડાયેટમાં સામેલ કરો.
મેથીનું પાણી શી રીતે બનાવશો?
મેથીનું પાણી બનાવવા માટે, રાત્રે એક ગ્લાસમાં એક નાની ચમચી મેથીદાણાને પલાળી દો. સવારે ખાલી પેટે આ પાણીને ગાળીને પી લેવું. તમે ઇચ્છો તો, પલાળેલા મેથીદાણાને ચાવીને ખાઇ પણ શકો છો.
બ્લડ પ્રેશર માટે ધાણાનું પાણી
હાઈ બ્લડ પ્રેશર માટે દર્દીને ધાણાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ધાણાના બીજમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ મળી આવે છે જે શરીરની અંદર સોડિયમના સ્તર (Sodium Level)ને સંતુલિત કરે છે.
આ ઉપરાંત, ધાણામાં એન્ટિ-ઑક્સિડન્ટ્સ પણ ધરાવે છે જે સોજાને ઓછા કરવાનું કાર્ય કરે છે અને રક્તવાહિકાઓ (Blood Vessels)ને નુકસાન થવાથી બચાવે છે.
પોતાના ડાયેટમાં ફાઇબરથી ભરપૂર ચીજવસ્તુઓ (Fibrous Food) જેવા કે, સ્પ્રાઉટ્સ, ઓટ્સ, છાલ સહિતની વિવિધ દાળો અને મલ્ટીગ્રેઇન ફાડાને સામેલ કરો. વધુપડતુ તળેલું અથવા તો બજારનું તૈયાર ફૂડ ખાવાનું ટાળો. જમવાનું બનાવવા માટે ઘી અને રાઈસ બ્રાન ઓઇલનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.

ધાણાનું પાણી શી રીતે બનાવશો?
આખી રાત એક ચમચી ધાણાના બીજને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે ખાલી પેટે આ પાણીને ગાળીને પી લો. જો તમે ઇચ્છો તો ધાણાના બીજને વાટીને એમાં ભેળવીને એનું સેવન કરી શકો છો.
આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ
આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…
