Healthy Lifestyle: ડાયાબિટીસ એક એવી ક્રોનિક બીમારી છે જેને દવાઓ, કસરત, તણાવને અને આહારને નિયંત્રિત કરીને કાબૂમાં કરી શકાય છે. આ રોગને જળમૂળથી કાઢવા માટેનો કોઇ જ ઇલાજ નથી. જો કે આયુર્વેદ આ બીમારીને રિવર્સ કરવાનો દાવો કરે છે, પરંતુ આ માટે ઘણી મહેનત કરવી પડે છે અને પરેજી પાળવી પડે છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છે, એક ટાઇપ-1 ડાયાબિટીસ અને બીજો ટાઇપ-2 ડાયાબિટીસ. આ બંને સ્થિતિમાં બ્લડ શુગરને નૉર્મલ રાખવું જરુરી હોય છે.
ટાઈપ-1 ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે ઇન્સ્યુલિન લેવું જરુરી હોય છે, જ્યારે ટાઇપ-2 ડાયાબિટીસના નિયંત્રણ માટે દવાઓ, ઉચિત આહાર અને વ્યાયામ કરવો જરુરી છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે શારીરિક પ્રવૃત્તિ ઘણી મોટી ભૂમિકા ભજવે છે. જો આ રોગને નિયંત્રણમાં રાખવામાં ન આવે તો તે હૃદયરોગો, કિડની ખરાબ થવી અને સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે.

વેબએમડી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, યોગ્ય આહાર અને સાચી જીવનશૈલી અપનાવીને આસાનીથી 400 MG/DL બ્લડ શુગરને પણ નૉર્મલ કરી શકાય છે. શારીરિક પ્રવૃત્તિ આપણી રક્ત શર્કરાને સામાન્ય રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે. આ સાથે જો તમારું પણ લોહીનું દબાણ ઊંચુ રહેતુ હોય તો અમુક કસરતોને તમારી રોજિંદી દિનચર્યાનો ભાગ બનાવી લો. જે પ્રમાણે તમે સમયસર ખાવાનું ખાઓ છો તે જ પ્રમાણે, જો નિયમિતરુપે આ 4 વ્યાયામ કરશો તો તમારું બ્લડ શુગર આરામથી નૉર્મલ સ્તરે જળવાઇ રહેશે. તો ચાલો જાણીએ, આ સરળ એવા 4 વ્યાયામ વિશે-
ઝડપભેર ચાલવાથી થશે ફાયદો
જો તમે ઇચ્છો છો કે તમારું શુગર નૉર્મલ રહે, તો તમે ઝડપથી ચાલવાનો મહાવરો કરો. તમારી એરોબિક ગતિવિધિને વધુ સારી બનાવવાની શ્રેષ્ઠ રીત છે ઝડપથી ચાલવું (Brisk Walking)! અઠવાડિયામાં લગભગ 30 મિનિટ સુધી ઝડપથી ચાલવાથી ટાઈપ-2 ડાયાબિટીસને સરળતાથી કંટ્રોલમાં લાવી શકાય છે. ઝડપભેર ચાલવાથી, આવા દર્દીઓને બ્લડ પ્રેશર અને બોડી માસ ઇન્ડેક્સ (BMI) ને ઘટાડવામાં પણ મદદ મળે છે.

સાયકલ ચલાવવાથી શુગર બનશે નૉર્મલ
આ એક મજેદાર રીત છે જે તમારી બ્લડ શુગરને નૉર્મલ બનાવશે. તમે દરરોજ, 20 થી 25 મિનિટ સુધી સાયકલિંગ(Cycling) કરીને તમારું બ્લડ શુગર નૉર્મલ બનાવી શકો છો. આ કસરતથી સાંધા ઉપર ઓછું દબાણ આવે છે જેથી, આર્થરાઇટિસ (ગઠિયો વા) તથા નર્વ ડૅમેજ ની તકલીફ ધરાવતા લોકો માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. નિયમિત રીતે સાઇકલ ચલાવવાથી હૃદય સ્વસ્થ રહે છે, વજન નિયંત્રિત રહે છે અને બ્લડ શુગર પણ નૉર્મલ રહે છે.
તરવાથી થશે લાભ
પાણીમાં કરવામાં આવતી આ એક એવી કસરત છે કે જે હૃદયના સ્વાસ્થ્યને ચુસ્ત-દુરસ્ત રાખે છે. આ વ્યાયામથી માંસપેશીઓ મજબૂત બને છે અને શરીર પણ શક્તિશાળી બને છે. નિયમિતરુપે તરવા(Swimming)થી શરીરની રક્ત વાહિકાઓની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. આ ઉપરાંત, જે લોકોને સાંધાની તકલીફો રહેતી હોય એમના માટે તો આ એક શ્રેષ્ઠ વ્યાયામ છે.
એરોબિક ડાન્સ કરશે શુગરને નૉર્મલ
એરોબિક ડાન્સ જેવો કે, ઝુમ્બા ડાન્સ(Zumba)કરીને પણ તમે લોહીમાં રહેલી શર્કરાના સ્તરને નિયંત્રણમાં રાખી શકો છો. આ હળવા વ્યાયામની મદદથી વજન કંટ્રોલમાં રહે છે અને બ્લડ શુગરનું લેવલ પણ નૉર્મલ રહે છે. રક્ત શર્કરાના સ્તરને નિયંત્રણમાં રાખવાનો આ એક મજેદાર અને અસરકારક ઉપાય છે. ઘણા રિસર્ચમાં એ વાત સાબિત થઇ ચૂકી છે કે, મેદસ્વી લોકો માટે ઝુમ્બા ફાયદાકારક છે અને ટાઈપ-2 ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરુપ થાય છે.
આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ
આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…
