Bharuch news/ ભરૂચની મિશ્રા શાળા બંધ થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી

Gujarat Others

Bharuch News : ભરૂચ શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મિશ્રા શાળાને તાળાં વાગતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. રાવળ ટેકરા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક બંધ કરી દેવામાં આવી છે.

85 વિદ્યાર્થીઓનો અભ્યાસ અટક્યો

આ બંને શાળાઓમાં આઠ શિક્ષકો દ્વારા 85થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતા હતા. અચાનક તાળાં વાગતાં બે દિવસથી બાળકો અભ્યાસથી વંચિત થઈ ગયા છે. ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોના બાળકો માટે આ શાળા સહાયરૂપ બની રહી હતી, પરંતુ હવે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.

વર્ષો જૂની ઓળખ

રાવળ ટેકરા વિસ્તારમાં આવેલી આ શાળા “છિકણી સ્કૂલ” તરીકે જાણીતી છે અને દાયકાથી વધુ સમયથી શિક્ષણ સંચાલન કરે છે. અહીંથી અનેક ગરીબ પરિવારોના બાળકોને શિક્ષણ મળતું આવ્યું છે. શાળા બંધ થવાથી માત્ર અભ્યાસ જ નહીં પરંતુ બાળકોના ભવિષ્ય અંગે ચિંતા વધી છે.

શાળા ખસેડવાની ચર્ચા

માહિતી મુજબ, સમિતિ દ્વારા આ શાળાને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાની યોજના છે. પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓનો દાવો છે કે પૂર્વ સૂચના કે ચર્ચા કર્યા વિના શાળા બંધ કરવી એ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવા સમાન છે. બીજી શાળાઓ સાથે મર્જ કરવાથી બાળકોને નિયમિત અભ્યાસમાં મુશ્કેલીઓ આવશે.

વાલીઓમાં અસંતોષ

વાલીઓએ શાળા બંધના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેનું કહેવું છે કે સરકાર અને સમિતિ વારંવાર શિક્ષણને પ્રાથમિકતા આપવા વાત કરે છે, પરંતુ પ્રાથમિક સ્તર પર જ આ પ્રકારની કાર્યવાહીથી ગરીબ પરિવારોને માર પડે છે.

સમિતિએ મૌન ધારણ કર્યું

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. આ મુદ્દે વાલીઓ તથા વિદ્યાર્થીઓ બંનેમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

ભરૂચની મિશ્રા શાળાને અચાનક બંધ કરવાના નિર્ણયે ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. હવે સૌની નજર સમિતિ પર છે કે તેઓ શાળાને ફરી શરૂ કરે છે કે ખસેડવાની કાર્યવાહી આગળ વધારે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં અરેરાટીભરી ઘટના : હીરાની ઘંટીમાં દુપટ્ટો ભરાતા ચામડી સાથે વાળ નીકળી ગયા,માથુ અલગ થયાના નામે વીડિયો વાઈરલ

આ પણ વાંચો:સુરતમાં BRTS બસમાં ડાન્સ પાર્ટીનો વીડિયો વાયરલ, મનપા દ્વારા કાર્યવાહીની તૈયારી

આ પણ વાંચો:સુરતની કાયદો અને વ્યવસ્થા હવે નારીશક્તિના હાથમાં, 8 ડીસીપી તરીકે મહિલા અધિકારી