Ahmedabad News/ અમદાવાદમાં બિસ્માર રોડ રસ્તાથી પ્રજા ત્રાહિમામ, હાઈકોર્ટના હુકમોને તંત્ર ઘોળીને પી ગયું

ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો જાણે કાગળ પર જ રહી ગયા છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદ શહેરના ઠેર ઠેર ખાડા, બિસ્માર અને તૂટી ગયેલા રોડ-રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા, તથા તેનું નિયમિત મોનીટરીંગ કરવા અને રોડ-રસ્તાઓના નિર્માણમાં ઉચ્ચ ગુણવત્તાના ધોરણો જોળવવા, કસૂરવાર કોન્ટ્રાકટરોને દંડ અને આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સહિતના ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો જાણે કાગળ પર જ રહી ગયા છે.

હાલની ચોમાસાની સીઝનમાં શહેરના મોટાભાગના વિસ્તારમાં આજે પણ ખાડા રાજ, ઉબડ ખાબડ રસ્તાઓ અને ભુવા પડવાની સ્થિતિ જોવા મળે છે. જેને કારણે કેટલાક ગંભીર અકસ્માતોની ઘટનાઓ બનવા છતાં અમ્યુકો સત્તાવાળાઓના પેટનું પાણી હાલતું નથી. માત્ર દેખાડવા રોડ-રીપેરીંગમાં પેચવર્ક કરી દે છે પરંતુ વાસ્તવિક સ્થિતિ બહુ ચિંતાજનક અને ગંભીર છે.

શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગો અને ફુટપાથ પર લારી-ગલ્લા, પાથરણાવાળા દબાણો, ગેરકાયદે પાર્કિંગ સહિતના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજીમાં વર્ષ 2017માં જસ્ટિસ એમ.આર.શાહના વડપણ હેઠળની ખેંચે શહેરના રોડ-રસ્તાઓની બિસ્માર સ્થિતિ અને તેના નિવારણને લઈ બહુ જ મહત્ત્વના નિર્દેશો અમ્યુકો સત્તાધીશોને જારી કર્યા હતા.

શહેરના રોડ રસ્તાઓના તાત્કાલિક રીપેરીંગ અને તેની જાળવણી માટે રોડ રીપેર રિડેવપમેન્ટ સેલની રચના કરવા પણ હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને હુકમ કર્યો હતો.12-12 વર્ષો બાદ પણ અમ્યુકો સત્તાવાળાઓ શહેરમાં આ રસ્તાઓના ગ્રીવન્સ રિડ્રેસલ સેલની રચના ઝોન વાઈઝ કરી શક્યા નથી અને માત્ર હુકમનું પાલન કાગળ પર બતાવવા ખાતર સેન્ટ્રલાઈઝ સેલ ઊભો કરી દીધો છે.

સૌથી નોંધનીય વાત તો એ છે કે, એ વખતે હાઈકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને આ રોડ-રસ્તા ગ્રીવન્સ રિડ્રેસલ સેલની રચના અંગે નાગરિકોને જાણકારી મળી રહે અને બહોળી પ્રસિધ્ધિ કરવા પણ સ્પષ્ટ જણાવ્યું હતું જેથી તેઓ ફરિયાદ કરી શકે. તેમ છત્તા અમ્યુકો સત્તાવાળાઓ તેનું ચુસ્તપણે પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે.
અમ્યુકો સત્તાવાળાઓ આવો સેલ ઝોન વાઇઝ ઉભો નથી કરી શક્યા. કારણકે કોર્પોરેશન પાસે જરૂરી સ્ટાફ જ નથી. ખાસ કરીને રોડ-રસ્તાઓના ટેકનીકલ જ્ઞાન અને નિપુણતાને લઈ નિષ્ણાતોની અછત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જન્નત મીરનો આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો:સાવધાન! હજુ સાયબર ફ્રોડ રોકાયો નથી, રાજકોટમાં નિવૃત કલાર્ક દંપતી સાથે થઇ ₹88 લાખની ચીટિંગ!

આ પણ વાંચો:રાજકોટ : શહેરમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત