Vadodara News/ વડોદરા શહેરમાં 44 લાખના દારૂ સાથે 51.93 લાખનો મુદ્દામાલ કબજે

તપાસ કાપુરાય પોલીસ સ્ટેશન ચલાવે છે

Gujarat Vadodara

Vadodara News : વડોદરા શહેરમાંથી પોલીસે માહિતીને આધારે દારૂના જથ્થા સાથે 51.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં પોલીસે ચાર ફરાર આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ના અધિકારીઓને માહિતી મળી હતી કે વડોદરા શહેરના કાપુરાય ક્રોસ રોડ વેસ્ટરીયા હાઈટ્સ બિલ્ડીંગ પાસેથી વાહનમાં દારૂનો જથ્થો લઈ જવાનો છે.

આ માહિતીને આધારે પોલીસે આ વાહનમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે તપાસ કરતા અંદરથી રૂ.44,93,312 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ તથા વાહન વગેરે મળીને કુલ રૂ. 51,93,312 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ચાર ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ કાપુરાય પોલીસ સ્ટેશન ચલાવે છે.


આ પણ વાંચો:વડોદરા : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં જમવાના ફૂડને લઈ હંગામો

આ પણ વાંચો:વડોદરા ફાયર વિભાગ કૌભાંડ, 3.17 કરોડની ગેરરીતિનો પર્દાફાશ, ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ

આ પણ વાંચો:વડોદરા : જુગારધામ પર વારસિયા પોલીસની સફળ રેડ