Surendranagar News : પાટડી તાલુકાના ખારાઘોડા પંચાયતની ગ્રામસભામાં મહિલા તલાટીની હાજરીમાં સરપંચ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી વાણીવિલાસ કરતો વીડિયો પંથકમાં વાયરલ થયો છે.વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સરપંચ પરીવારના વડાની જેમ ગામના વડા ગણાય છે. ત્યારે સરપંચ જ ઉધ્ધતાઇભર્યુ વર્તન કરે
મહિલાની હાજરીમાં જેમ ફાવે એમ બોલે એ કેટલુ વ્યાજબી ગણાય? પાટડીના ખારાઘોડા ગ્રામપંચાયતમાં સરપંચ, સદસ્યો, મહિલા તલાટી અને ગ્રામજનોની હાજરીમાં ગ્રામસભા યોજાઇ હતી. આ સમયે ગામના પૂર્વ એડવોકેટ અને સીનિયર સીટીઝન જાગૃત નાગરિક બી. ડી. બાથાણીએ સ્ટેજ ઉપર જઇ સરપંચને પાણી સહિતના અન્ય પ્રશ્નોની રજૂઆત કરી હતી.
આ સમયે મહિલા તલાટી બાજુમાં બેઠા હોવા છતાંય સરપંચ દશરથભાઇ જેસીંગભાઇ સુરેલા ઉશ્કેરાઇ જઇ અપશબ્દ બોલી વાણી વિલાસ કર્યો હતો. જાહેરમાં આવુ નહી બોલવા ટકોર પણ કરી હોવા છતાય ઉસ્કેરાઇને બોલતા હોવાથી ગ્રામજનોએ ભારે નારાજગી વ્યકત કરી હતી.
હવે ચાલુ ગ્રામસભાની મીટીંગમાં મહિલા તલાટીની હાજરીમાં સરપંચ અપશબ્દ સહિતનો વાણી વિલાસ કરતો વીડીયો વાયરલ થયા બાદ ટીડીઓ અને ડીડીઓ શું કાર્યવાહી કરે છે. એની સામે સૌની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો:કચ્છ પોલીસે દારૂ પર ફેરવ્યું બુલડોઝર, કરોડોના માલનો કરાયો નાશ
આ પણ વાંચો:કચ્છના કોરી ક્રીકમાં BSFની મોટી કાર્યવાહી, 15 પાકિસ્તાની ઘૂસણખોરો બે બોટ સાથે ઝડપાયા
