MANTAVYA Vishesh/ સુરતમાં ગણેશોત્સવમાં અલ્પેશ કથીરિયાના સમર્થકો પર પોલીસની ડંડાવાળી

આ ગણેશ પંડાલમાં આયોજક સુદામા ગ્રુપ અને અલ્પેશ કથીરિયાને ફક્ત સ્ટેજ પર કોને સ્થાન આપવું તેના મુદ્દે પહેલા બોલાચાલી થઈ અને પછી વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આને લઈને પરિસ્થિતિ એટલી વણસી હતી કે પોલીસ બોલાવી પડી હતી.

Mantavya Vishesh

સુરતમાં તાજેતરમાં પૂરા થયેલા ગણેશોત્સવ દરમિયાન વરાછાના ગણેશ પંડાલમાં જાણીતા આગેવાન અલ્પેશ કથીરિયાના સમર્થકો અને આયોજક સુદાના જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ અંગે માનવામાં આવે છે કે વરાછાના ગણેશ પંડાલના આયોજકો સુદામા ગ્રુપે અલ્પેશ કથીરિયા જેવા આગેવાન અને તેમના સમર્થકો વગેરેને આમંત્રણ આપ્યું હતું. આમંત્રણ આપતી વખતે તેમને કલ્પના પણ નહીં હોય કે તેઓ એક મુસીબતને સામેથી આમંત્રણ આપી રહ્યા છે.

આ ગણેશ પંડાલમાં આયોજક સુદામા ગ્રુપ અને અલ્પેશ કથીરિયાને ફક્ત સ્ટેજ પર કોને સ્થાન આપવું તેના મુદ્દે પહેલા બોલાચાલી થઈ અને પછી વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આને લઈને પરિસ્થિતિ એટલી વણસી હતી કે પોલીસ બોલાવી પડી હતી. પોલીસ પણ સ્થિતિ વણસતા જોઈને ગણેશ પંડાલમાં ચાલતા તોફાનને રોકવા શિવજી ત્રીજું નેત્ર ખોલે તેમ તૂટી પડી હતી. તેણે અલ્પેશ કથીરિયાના સમર્થકોને રીતસરના ડંડાવાળી કરીને ધોયા હતા. અલ્પેશ કથીરિયાના સમર્થકો પર પોલીસની ડંડાવાળીનો વિડીયો પણ વાઇરલ થઈ ગયો છે. આ આખી ઘટના પાંચમી સપ્ટેમ્બરના રોજ બની હોવાનું માનવામાં આવે છે.

આ આખી ઘટના અંગે એવું માનવામાં આવે છે કે ગણેશ પંડાલમાં આ અથડામણ PASS અને ખોડલધામના સમર્થકો વચ્ચે થઈ હતી. તેના કારણે બંને પક્ષો પર પોલીસ તૂટી પડી હોવા છતાં પણ કોઈએ એકબીજા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી નથી. આશ્ચર્યની વાત એ છે કે આ વિવાદ પછી બંને જૂથ વચ્ચે સમાધાન માટે બેઠક યોજાઈ હતી. તેમા પણ મામલો બીચક્યો હતો અને તેમા પણ બંને જૂથ મારામારી પર ઉતરી આવ્યા હતા અને પોલીસ આવી હતી તથા બંને જૂથ પર લાઠીચાર્જ કરીને મામલો થાળે પાડ્યો હતો.

આ વિવાદ જે રીતે આગળ વધ્યો છે તે જોતાં તે સરળતાથી થાળે પડે તેમ લાગતો નથી. આ ઘટના પહેલા અલ્પેશ કથીરિયાએ ફોન પર આયોજકને ધમકી આપી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જો કે હજી સુધી આવી વાત કોઈ બહાર આવી નથી.

આ રીતે બહાર આવેલા વિડીયો અંગે જણાવ્યું હતું કે ઝોન-5ના ડીસીપી એલ એ ઝાલાએ જણાવ્યું હતું કે સુરતના ગણેશ પંડાલમાં સામાન્ય બળપ્રયોગ કરીને ઘર્ષણની સ્થિતિ ટાળવામાં આવી હતી. આ માટે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. પોલીસે જાહેરમાં બનેલી ઘટનાને જોતાં ફરિયાદ લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ બંને પક્ષ વચ્ચે આ બાબતને લઈને સમાધાન થઈ ગયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આમ છતાં પણ પછી ફરિયાદ આવે તો પણ કાયદેસરની કાર્યવાહી પોલીસ કરશે. પોલીસ આ ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી કરવા બંધાયેલી છે.

આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અલ્પેશ કથીરિયા પહેલા આયોજકો સાથે અને પછી પોલીસ સાથે માથાકૂટ કરી રહ્યો છે. પોલીસ પણ તેને વળતો જવાબ આપી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે આ આખી ઘટનાના મામલે આયોજકો સુદામા ગ્રુપ અને આગેવાન અલ્પેશ કથીરિયા મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જાહેરમાં આટલી મોટી માથાકૂટ થઈ અને તેની પોલીસ ફરિયાદ પણ ન લેવાતા પોલીસ તંત્ર પર શંકાના ઘેરામાં આવી ગયું છે.

કશું પણ કંઈ વધારે થાય તો કોર્ટ જેવી કોર્ટ સુઓ મોટો કરે છે, એટલે કે સ્વસંજ્ઞાન લઈ કેસ દાખલ કરે છે જે તેણે તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં આવેલા પૂરમાં વહેતા જંગલના લાકડા અંગે કર્યો હતો. પણ આખી ઘટનાને નજરે નીહાળનારી પોલીસ, તેનો હિસ્સો બનનારી પોલીસ કાયદાકીય કાર્યવાહી બંનેમાંથી એકપણ જૂથ સામે કરતી નથી, કારણ કે બંને જૂથે સમાધાન કરી લીધું છે.

હવે સવાલ એ છે કે બંને જૂથે સમાધાન કરી લીધુ હોવાથી પોલીસ કાર્યવાહી નથી કરતી કે પછી બંને જૂથ વગવાળા હોવાથી પોલીસ કાર્યવાહી કરતી નથી. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ગણેશોત્સવ ફક્ત ધાર્મિક આસ્થા પૂરતા જ મર્યાદિત ન રહેતા સામાજિક અને રાજકીય તાકાત બતાવવાનું પ્રતીક બનવા માંડ્યા છે. અમારા ગણપતિ સુંદર, અમારા ગણપતિ સૌથી મોટા અને અમારે ત્યાં સૌથી વધુ લોકો આવે, અમારે મોટા-મોટા આગેવાનો આવે તેવી હુંસાતુંસી ગણપતિ પંડાલમાં જોવા મળી રહી છે. તેની સામે ભગવાન ગણપતિની ઉપાસના કરવાની ધાર્મિક વિભાવના જાણે ખતમ થઈ રહી છે.

અલ્પેશ કથીરિયા જેવા આગેવાને આ આખા પ્રકરણને લઈને સેવેલા મૌને મીડિયાને રીતસર બોલતું કરી દીધું છે. ગણેશોત્સવ દરમિયાન વિવિધ પંડાલમાં મારામારીની ઘટના બનતી હોય છે, પરંતુ કોઈ મોટું આગેવાન તેની સાથે જોડાયેલ હોય ત્યારે આખી વાત અલગ જ હોય છે. અલ્પેશ કથીરિયા સાથે મારામારી થઈ અને તેણે પણ કરી, પરંતુ હવે તેણે જે મોઢું સીવી લીધું તેણે અનેક તર્કવિતર્કને જન્મ આપ્યો છે.

બધાને એક જ સવાલ થઈ રહ્યો છે કે અલ્પેશ કથીરિયા આટલી માથાકૂટ પછી છેક ચૂપ કેમ છે. જયરાજસિંહ જાડેજા જેવાને પડકારવા છેક ગોંડલ જનાર અલ્પેશ કથીરિયા સુરતમાં માર ખાધા પછી પણ ચૂપ કેમ છે. શું તેની નબળી કડી સામેના જૂથ સામે આવી ગઈ છે. તેના પર કોઈ રાજકીય દબાણ આવ્યું છે. તે કોઈ નવી રાજકીય વ્યૂહરચના રચી રહ્યો છે અથવા તો કોઈ અલગ જ પ્રકારનો અભિગમ તેની સામે અપનાવવાનો છે. તેથી આગામી દિવસોમાં હવે ગણપતિ પંડાલની બબાલનું પ્રતિબિંબ નવરાત્રિમાં પડે છે કે નહીં તે જોવાનું રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ

આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ

આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર