Gujarat Rain: IMDની તાજેતરની હવામાન આગાહીએ (Meteorological Department) ખેલૈયાઓમાં ચિંતા વધારી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્ય વરસાદની (Rain) આગાહી છે, જે નવરાત્રી ઉત્સવની ભાવનાને અસર કરી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની આગાહી છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.IMD અનુસાર, ઉત્તર ગુજરાતમાંથી ચોમાસું પાછું ખેંચાઈ ગયું છે, પરંતુ રાજ્યના અન્ય ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. વરસાદની આગાહીએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં લોકોને ચિંતામાં મૂક્યા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, જે ગરબા અને દાંડિયા ઉજવણીમાં વિક્ષેપ પાડી શકે છે.
નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં વાવાઝોડાની સંભાવના છે, જે ખેલાડીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આણંદ, અરવલ્લી અને મહિસાગરમાં પણ વરસાદની આગાહી છે.પંચમહાલ, ખેડા અને દાહોદમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જે નવરાત્રિના આયોજનોને આંશિક રીતે અસર કરી શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો થી છૂટાછવાયા વરસાદ થવાની શક્યતા છે, પરંતુ ભારે વરસાદની શક્યતા ઓછી છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આનાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં નવરાત્રિના આયોજનોને વધુ અસર થઈ શકે છે. માછીમારો અને દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ, ગાજવીજ સાથે વરસાદ અને પવનની આગાહી!
આ પણ વાંચો:રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો…
આ પણ વાંચો:અંબાલાલે કરી સૌથી ખતરનાક આગાહી, અહી પડશે ભારે વરસાદ
