Banaskantha News : બનાસકાંઠાના કાંકરેજ થળી દાગીર મઠના વિવાદના કેસમાં મહંત કાર્તિકપૂરીની તરફેણમાં ચુકાદો આવ્યો છે. જેમાં પાલનપુર ચેરિટી કમિશનરમાં દાખલ કેસમાં મહંતની તરફેણમાં ચુકાદો છે.મહંત કાર્તિકપુરીને થળી જાગીરમઠના મહંત તરીકે નિમણૂંક કરાઈ છે.
અગાઉ મઠના મહંત દેવલોક પામતા આ વિવાદ વકર્યો હતો. જેમાં મહંત દેવલોક પામતા ગાદીપતિ માટે વિવાદ વકર્યો હતો. બાદમાં ગાદીપતિ તરીકે શંકરપુરીની મહંત તરીકે કવરણી કરવામાંઆવી હતી. બીજી તરફ ગૌસ્વામી સમાજે કાર્તિકપૂરીને મહંત જાહેર કર્યા હતા.
દરમિયાન ગાદીપતિ વિવાદ મામલે ચેરિટી કમિશનરમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આખરે 10 મહિના બાદ ગાદીપતિ વિવાદનો ચુકાદો આવ્યો છે. કાર્તિકપુરીના સમર્થનમાં ચુકાદો આવતા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી કથળે નહી તે માટે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:વરસાદ વચ્ચે વડોદરાના શેરી ગરબા સદાબહાર, પરંપરાગત ભક્તિભાવથી ઉજવાઈ આઠમની રાત…
આ પણ વાંચો:વરસાદના કારણે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ગરબા રદ
આ પણ વાંચો:બોપલ ગરબામાં હુમલો: ટિકિટ વિવાદે નવરાત્રીની ઉજવણીમાં પાડી ખલેલ, પાંચની ધરપકડ
