Junagadh News : દિવાળીનો તહેવાર નજીક આવતા જ ફટાકડા બજાર ગરમી પકડી રહ્યું છે. દરમિયાન જુનાગઢમાં ફટાકડાના ગેરકાયદે વેચાણ પર પોલીસ ત્રાટકી હતી.જેમાં જુનાગઢ SOGએ ફટાકડાંના વિક્રેતાને પકડ્યો હતો.
પોલીસે તપાસ કરતા ગોડાઉનમાંથી 1 લાખ ઉપરાંતનો જથ્થો મળી આવ્યો હતો.તપાસમાં આ વિક્રેતા પરવાના વગર ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે.તે સિવાય ગોડાઉનમાં કોઈ જાતના સેફ્ટીના સાધનો પણ ન હતા.
જેમાં માનવ જિંદગી જોખમાય તે રીતે ફટાકડા રાખવામાં આવ્યા હતા.આ કેસમાં બાકીર ભગત નામના શખ્સની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ગાંધીનગરના રૂપાલમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ નીકળી માતાજીની પલ્લી
આ પણ વાંચો:રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહેશે, આજે વરદાયિની માતાજીની પલ્લી યોજાશે
આ પણ વાંચો:ભારતમાં શહેરોના નામ પાછળ આવતા ‘પુર’ ‘હાલી’ અને ‘પલ્લી’ શું સૂચવે છે, જાણો
