Rajkot News : રાજકોટમાં એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા ચકચાર મચી છે. રાજકોટ શહેરનાં માઉન્ટેન પોલીસ લાઇન કર્વાટરમાં રહેતા મહિલા કોન્સ્ટેબલે ઝેરી દવા પી લઈને જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનામાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતક પાસેથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં પોતાને બીમારી હોવાનો ઉલ્લેખ કરાયો હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
રાજકોટ શહેરના સ્વામિનારાયણ ચોક પાસે આવેલા કૃષ્ણનગરમાં અને માઉન્ટેન પોલીસ લાઈનમાં રહેતી ભુમિકાબા કનકસિંગ ચૌહાણ નામની 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલે આજે પોતાના ક્વાર્ટરમાં ઝેરી દવા પી જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ભુમિકાબા એક ભાઈની એકની એક બહેન હતી અને તેમનાં પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે.ભુમિકાબા કોઇવાર કૃષ્ણનગરમાં પોતાનાં ઘરે અને કોઈવાર માઉન્ટેન પોલીસ લાઈનમાં આવેલા પોતાના ક્વાર્ટરે રહેતા હતા. ભુમિકાબાને આજે સવારે તેમના માતા-પિતા ફોન કરતા હતા, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. જેથી તેઓ ક્વાર્ટરે પહોંચ્યા હતા.
ત્યાં ભુમિકાબા ઝેરી દવા પીધેલી હાલતમાં બેભાન મળ્યા હતા. જેથી તેમને તરત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.પોલીસે તપાસ કરતા મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે બીમારીનો ઉલ્લેખ કર્યો છે. ભુમિકાબાને આચકીની બીમારી હોય જેથી તેઓ અવારનવાર સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ લેતા હતા.
જેનાથી કંટાળી પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો છે. ભુમિકાબા સૌ પ્રથમ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં અને હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. જોકે, આજે ભુમિકાબાએ આ પગલું ભરી લેતા પોલીસબેડામાં શોક છવાઈ જવા પામ્યો છે.
આ પણ વાંચો: Porbandar News/પોરબંદરમાં 6 વર્ષની બાળકી પર બળાત્કાર, આરોપીની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી
આ પણ વાંચો: Surat News/સુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર બળાત્કાર, હોમગાર્ડ જવાનની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી
આ પણ વાંચો: Mehsana news/મહેસાણામાં તાંત્રિક વિધિના નામે ભુવાએ 8 વર્ષ સુધી યુવતી પર ગુજાર્યો બળાત્કાર, કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
