Ahmedabad News/ કાલુપુર બ્રિજ પર સાત દુકાનોની જર્જરિત છત તૂટી પડી, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમા ટ્રાફિકથી ધમધમતા કાલુપુર બ્રિજ પર અસંખ્ય દુકાનો આવેલી છે.

આ દુકાનોમાં મોટા ભાગની દુકાનો જર્જરિત છે. ત્યારે આજે અહીં જર્જરિત હાલતમા રહેલી સાત દુકાનોની છત અચાનક ધરાશાયી થઈ હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

દુકાનોની છત અચાનક ધરાશાયી થતાં ત્યાં લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા પહોંચી નથી. છત તૂટી પડતાં દુકાનના સંચાલકો અને માલિકોમાં રોજગારી છીનવાઈ જવાનો ભય જોવા મળ્યો હતો. સમગ્ર વિસ્તારમાં લોકો એકઠા થઈ ગયા હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:AAPના MLA ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા

આ પણ વાંચો:મનરેગા મુદ્દે આપ MLA ચૈતર વસાવાનો CMને પત્ર

આ પણ વાંચો:ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને આપી પેરોલની મંજૂરી, કોર્ટે વિધાનસભા સત્રમાં ભાગ લેવા