Surat News :સુરતમાં (Surat) સગા બનેવીએ જ પત્ની અને સાળાની હત્યા (Murder) કરવાની ઘટના સામે આવી છે. પટેલનગર સ્થિત ઓમ સાઈ જલારામ નગર વિસ્તારમાં આ ઘટના બની હતી. પોલીસે આ ડબલ મર્ડરના આરોપીઓની શોધખોળ શરૂ કરી છે, DCP, ACP તેમજ PI સહિતનો કાફલો હાલમાં તપાસમાં જોડાયો છે.
આ ચોંકાવનારી ઘટના ઉધનાના પટેલ નગર સ્થિત ઓમ સાંઈ જલારામ નગરમાં બની હતી.જાણકારી મુજબ, આરોપી સંદીપે તેની પત્ની મમતા અને સાળા, 30 વર્ષીય નિશ્ચય અશોક કશ્યપ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બંને ભાઈ-બહેનોને ઘણી ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ડબલ મર્ડરની ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો છે.સગા બનેવીએ જ પત્ની અને સાળાની કરી નિર્મમ હત્યા કરી હતી. તેમજ ભાઈ-બહેનને ચપ્પુના ધા ઝીકી બનેવી સંદીપ થયો ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને હત્યારા બનેવીની પોલીસ દ્વારા શોધખોળ શરુ કરાઈ છે. આ ડબલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગયો છે.
આ પહેલા પણ સુરતમાં આવી ઘટના બની હતી જેમાં સુરતના એસએમસી કમ્યુનિટી હોલમાં ડબલ મર્ડર થયા હતા. તેમા પતિ અને પત્નીની હત્યા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ જૂના પતિએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં આ બનાવ બન્યો હતો . આરોપી પતિ જેલમાં બંધ હતો. તેથી પત્નીએ અન્ય વ્યક્તિને પતિ બનાવી રાખ્યો હતો. તેના પગલે પહેલા પતિએ જેલમાંથી પેરોલ પર બહાર આવીને બંનેની હત્યા કરી હતી. ત્યારે ફરી આવીજ ઘટના બનતા લોકોમાં ભય ફેલાયો છે.
આ પણ વાંચોઃ વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા, છોટાઉદેપુરમાં બની ડબલ મર્ડરની ઘટના
આ પણ વાંચોઃ દર્દીની પત્નીના મોહમાં આવેલા ડોક્ટરની હત્યા, હુમલાખોરો દ્વારા હુમલો અને ફોન અકસ્માતમાં ઘાયલ
આ પણ વાંચોઃ કચ્છમાં હવે કાયદાનો ડર રહ્યો નથી : અંજારના ગંગાનાકે ભરબજારે યુવાનની હત્યા
