Surat News: સુરતના ડુમસમાં આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં પરિવહન વ્યવસ્થા અંગે વાલીઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સ્કૂલ બસોની ખરાબ સ્થિતિ, ફિટનેસનો અભાવ, વીમામાં અનિયમિતતા અને અપૂરતી જાળવણી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વારંવાર રજૂઆતો છતાં, શાળા વહીવટીતંત્ર કોઈ નક્કર ઉકેલ આપવામાં નિષ્ફળ રહ્યું છે, જેના કારણે વાલીઓમાં રોષ ભભૂકી રહ્યો છે. આ મુદ્દે RTO અને ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા પણ પ્રશ્નો ઉભા કરી રહી છે.
વાલીઓની વારંવાર રજૂઆતો છતાં નિરાકરણ નહીં
ICSE બોર્ડ સાથે જોડાયેલી પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં (Ryan International School) પરિવહન સેવાઓની ગુણવત્તા અંગે વાલીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. વાલીઓના મતે, સ્કૂલ બસો જર્જરિત હાલતમાં ચાલી રહી છે, જે બાળકોની સલામતી માટે ગંભીર ખતરો છે. તેમનો આરોપ છે કે બસોની યોગ્ય ફિટનેસ તપાસ, વીમો અને નિયમિત જાળવણીનું યોગ્ય રીતે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું નથી.
ડુમસ ખાતે આવેલી સ્કૂલને લઇ વાલીઓમાં રોષ
આ મુદ્દા અંગે વાલીઓએ શાળા પ્રશાસનને ઘણી વખત ફરિયાદ કરી છે, પરંતુ તેમની ફરિયાદોનો ઉકેલ આવ્યો નથી. વાલીઓનું કહેવું છે કે શાળા પ્રશાસન આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યું નથી અને બસોની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.
બસોની ફિટનેસ, ઈન્શ્યોરન્સ બરાબર ન હોવાની રાવ
વાલીઓનો એવો પણ આરોપ છે કે RTO અને ટ્રાફિક પોલીસ આ બસોનું નિરીક્ષણ કરવા માટે કોઈ નક્કર પગલાં લઈ રહ્યા નથી. બસોની ફિટનેસ અને વીમાની નિયમિત તપાસ થવી જોઈએ, પરંતુ આવું થઈ રહ્યું નથી, જેના કારણે વાલીઓમાંરોષ વધી રહ્યો છે.
આ પણ વાંચો:સુરત…રૂપિયા 200 કરોડના ફ્રોડ કેસમાં બે આરોપીઓની ધરપકડ
આ પણ વાંચો:સુરતમાં ભાજપ કાર્યાલયે લાફાવાળીનો મામલો, ખજાનચીની પોલીસમાં ફરિયાદ
આ પણ વાંચો:સુરતમાં ડબલ મર્ડર, સગા બનેવીએ જ પત્ની, સાળાની કરી નિર્મમ હત્યા
