Dharm & Bhakti: 16 ઓક્ટોબર, 2025ના રોજ મંગળ અને બુધની વિશાખા નક્ષત્રમાં વિશેષ યુતિ રચાવા જઇ રહી છે જે એક અત્યંત શક્તિશાળી અને લાભકારી સંયોગ બનાવી રહી છે. ખાસ કરીને, 3 રાશિ (Rashi)ના જાતકોને સમૃદ્ધિ, સફળતા અને સંતુલન પ્રદાન કરશે. તો ચાલો જાણીએ આ 3 નસીબવંતી રાશિઓ કઇ છે?
13 ઓક્ટોબરના રોજ સોમવારે, સવારે 9 વાગીને 29 મિનિટે ગ્રહોના સેનાપતિ, સ્વાતિ નક્ષત્રમાંથી નીકળી જઇને મંગળ ના વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે. દ્રિક પંચાંગ અનુસાર, હવે 16 ઓક્ટોબર, 2025 (16 October,2025)ના રોજ ગુરુવારે સવારે 7 વાગીને 8 મિનિટે ગ્રહોના રાજકુમાર બુધ (Budh) પણ વિશાખા નક્ષત્રમાં ગોચર કરશે. વિખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યાનુસાર, વિશાખા નક્ષત્ર શક્તિ, સમૃદ્ધિ અને મહત્વાકાંક્ષા સાથે જોડાયેલું નક્ષત્ર છે, જેમાં મંગળ-બુધની યુતિ (Mars-Mercury alliance), જેને પરાક્રમ અને બુદ્ધિની યુતિ પણ કહે છે, એ યુતિ રચાવાના કારણે આ બંને ગ્રહ 3 રાશિઓ (Zodiac Signs)ના જાતકોને ભરપૂર સફળતા અને ધન-વૈભવ પ્રદાન કરવા માટે સક્ષમ હશે. તો ચાલો જાણીએ કે આ 3 ભાગ્યશાળી રાશિઓ કઇ-કઇ છે?

ધનુ રાશિ
ધનુ રાશિ (Dhanu Rashi)ના સ્વામી બૃહસ્પતિ સ્વયં વિશાખા નક્ષત્ર (Nakshatra)ના સ્વામી છે એટલે આ યુતિ ધનુ રાશિના જાતકો માટે અત્યંત શુભ (Shubh) માનવામાં આવે છે. નોકરી, વેપાર અને રોકાણ સંબંધી બાબતોમાં અચાનક લાભ થવાના સંકેતો છે. આ ઉપરાંત, તમારા વિચારો અને વાણીમાં પ્રભાવ વધશે, જેથી સામાજીક અને વ્યાવસાયિક સંબંધોમાં સુધારણા અને વિસ્તરણના યોગો બનશે. કૌટુંબિક બાબતોમાં પણ આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે. જો તમે વિવાહ કે સંતાન સંબંધી નિર્ણયો લેવા જઇ રહ્યાં છે તો આ સમય અનુકૂળ રહેશે.

સિંહ રાશિ
સિંહ રાશિ (Singh Rashi)ના જાતકો માટે મંગળ-બુધના યુતિ આત્મવિશ્વાસ (Confidence)માં વૃદ્ધિ કરશે અને આર્થિક મજબૂતી બક્ષશે. જે લોકો લાંબા સમયથી કેરિયર (Career)માં પરિવર્તન કે પ્રમોશનની રાહ જોઇ રહ્યાં હતા એમના માટે આ સોનેરી તક છે. વિદ્યાર્થીઓ માટે પ્રતિયોગિતા પરીક્ષાઓમાં સફળતા મળવાના પ્રબળ યોગ સર્જાવા જઇ રહ્યાં છે. આ સાથે જ વિદેશ (Foreign) સંબંધી કાર્યોમાં પણ સકારાત્મક સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. તમારે તમારી કાબેલિયત પર ભરોસો રાખવાનો રહેશે અને તમારી ટીકાથી વિચલિત ન થવું.

મેષ રાશિ
મેષ રાશિ (Mesh Rashi)ના સ્વામી ગ્રહ સ્વયં મંગળ દેવ (Mangal) છે અને બુધ પણ આ સમયે શુભ સ્થાનમાં ગોચર કરી રહ્યાં છે. વિશાખા નક્ષત્રમાં એ બંનેની યુતિથી આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં ઝડપથી સુધાર જોવા મળશે. નોકરીયાત લોકોને નવી જવાબદારીઓ અને પ્રમોશનનો અવસર મળશે. વેપારીઓ માટે આ સમય નવા સોદા અને રોકાણ માટે અત્યંત અનુકૂળ રહેશે. જૂના રોકાયેલા કાર્યો જલદી પૂરા થશે અને કૌટુંબિક જીવનમાં પણ પ્રસન્નતા અને સહકાર પ્રાપ્ત થશે. ઊતાવળે કોઇ પણ નિર્ણય ન કરવો.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
