Gujarat News/ ગુજરાતના 10 IAS અધિકારીઓેને બિહારમાં જવાબદારી સોંપાઈ

ગુજરાતના 10 IAS અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી

Gujarat

Gujarat News : બિહારમાં આગામી 6 અને 11 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ગુજરાતના 10 IAS અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. આ અધિકારીઓને ચૂંટણી નિરીક્ષક તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. તેમનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.આ 10 અધિકારીઓને બિહાર મોકલવા સામાન્ય વહિવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે.

બિહારમાં આગામી 6 અને 11 નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ગુજરાતના 10 IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યના 10 અધિકારીઓને બિહારમાં ચૂંટણી નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ 10 અધિકારીઓને બિહારમાં ફરજ માટે ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. આ અધિકારીઓની ગુજરાતની ફરજનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.

આ અધિકારીઓ બિહાર જશે

ગુજરાતના આ 10 અધિકારીઓમાં મિલિન્દ તોરવણે, ડો. રાહુલ બી ગુપ્તા, રાજેશ માંજુ, રાજકુમાર બેનિવાલ, આલોક કુમાર પાંડે, સંદિપ સાંગ્લે, ડો.ધવલ પટેલ, નાગરાજન એમ, વી જે રાજપૂત, હર્ષિત પી ગોસાઈને બિહાર મોકલવામાં આવશે. તેમનો ચાર્જ ડો. રાજેન્દ્ર કુમાર, સંજીવ કુમાર, બી.એ. શાહ, રેમ્યા મોહન, જેનું દેવન, પ્રભવ જોશી, આઈ આર વાળા, પી. સ્વરૂપ, ડો. રતનકંવર ગઢવીચારણ, કુ.આઈ વી પટેલ, વી કે જાદવ અને નીતિન સાંગવાનને સોંપવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:IRCTC હોટલ ભ્રષ્ટાચાર કેસમાં કોર્ટનો નિર્ણય, લાલુ યાદવ પર 420 હેઠળ આરોપો ઘડવામાં આવ્યા

આ પણ વાંચો:લાલુ યાદવે તેમના પુત્ર તેજ પ્રતાપને 6 વર્ષ માટે RJDમાંથી હાંકી કાઢ્યા, ગઈકાલે જ તેમણે તેમના સંબંધો વિશે પોસ્ટ કરી હતી

આ પણ વાંચો:લાલુ યાદવ ફરી જશે જેલ? જામીન રદ કરવા સુપ્રીમ કોર્ટ પહોંચી CBI