Gandhinagar News: ગુજરાતમાં લાંબા સમયથી રાહ જોવાતી હતી તે કેબિનેટ વિસ્તરણ થઈ ચૂક્યું છે. નવું મંત્રીમંડળ કુલ 25 સભ્યોનું છે. જૂનામાંથી દસ મંત્રીઓ કપાયા છે. નવા વર્ષે દાદાનું નવું મંત્રીમડળ જોવા મળશે, મહાત્મા મંદિર ખાતે નેતાઓનો અને કાર્યકરોનો જમાવડો થયો છે. તેમાં અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, હર્ષ સંઘવીએ, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. ઋષિકેશ પટેલ અને કનુદેસાઈને પણ કેબિનેટ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
ગુજરાતને હર્ષ સંઘવીના સ્વરૂપમાં નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈના રાજીનામાનો અસ્વીકાર થયો હોવાથી તેમણે મંત્રી તરીકે શપથ લીધા ન હતા. તેમનું રાજીનામુ સ્વીકારાયું જ ન હોવાથી તેઓ કેબિનેટ મંત્રી તરીકે યથાવત્ રહ્યા હતા. આ ઉપરાંત પરસોત્તમ સોલંકીના રાજીનામાનો અસ્વીકાર થતાં તેમણે પણ શપથ લીધા ન હતા. જો કે સૌથી મોટી બાબત હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવાયા તે હતી. આમ ભુપેન્દ્ર પટેલ સરકારમાં પહેલી વખત નાયબ મુખ્યમંત્રી બનવાની ફોર્મ્યુલા અજમાવાઈ છે. હર્ષ સંઘવીને ગુજરાતના ત્રીજા ડેપ્યુટી સીએમ અને સૌથી યુવા ડેપ્યુટી સીએમ બનવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. આમ રૂપાણીને કેબિનેટ મંત્રી નીમાયા તે ફોર્મ્યુલાનો અહીં અમલ કરાયો છે.
આમ સીએમ ભુપેન્દ્ર પટેલની કેબિનેટમાં હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, પ્રદ્યુમન વાજા અને અર્જુન મોઢવાડિયા કેબિનેટ મંત્રી છે. મનીષા વકીલ, પ્રફુલ પાનસેરિયા અને ઇશ્વર પટેલ સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્યકક્ષાના પ્રધાન છે. બાકીના 16 રાજ્યકક્ષાના પ્રધાન છે.
જીતુભાઈ વાઘાણી, નરેશ પટેલે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે. અર્જુન મોઢવાડિયા, પછી રમણભાઈ સોલંકીએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. મનીષા વકીલ, પ્રફુલ પાનસેરિયા અને ઇશ્વરસિંહ ઠાકોરે સ્વતંત્ર હવાલો સંભાળનારા પ્રધાન તરીકે શપથ લીધા. કાંતિ અમૃતિયા, રમેશ કટારા અને દર્શના વાઘેલાએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. સંજય મહિડા, કમલેશ પટેલે, ત્રિકમ છાંગાએ, રીવાબા જાડેજાએ પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. તેમણે પતિ રવિન્દ્રસિંહ જાડેજા અને પુત્રની હાજરીમાં શપથ લીધા હતા. આ ઉપરાંત પી.સી. બરંડા પણ રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે. જયરામ ગામીતે, સ્વરૂપજી ઠાકોરે પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યકક્ષાના આમ નવી કેબિનેટમાં નવ વિધાનસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે અગાઉ મનાતું હતું કે પાંચ વિધાનસભ્યને જ મંત્રીબનાવવામાં આવશે. બધા જ મંત્રીઓેએ ભગવદ્ ગીતાને હાથમાં રાખીને શપથ લીધા હતા. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ઝોનમાંથી કુલ આઠ મંત્રીઓ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાંથી ચાર, મધ્યગુજરાતમાંથી સાત અને દક્ષિણ ગુજરાતમાંથી પાંચ અને કચ્છમાંથી એક પ્રધાનની નિમણૂક કરવામાં આવી છે.

મુખ્યમંત્રી સહિત નવા મંત્રીમંડળમાં આઠ પાટીદાર, આઠ ઓબીસી, ત્રણ એસસી અને ચાર એસટીનો સમાવેશ થાય છે. ત્રણ મહિલાઓ પણ શપથ લેશે. ગુજરાતના કેબિનેટમાં સંભવતઃ પહેલી વખત ત્રણ મહિલાઓનો સ્થાન મળ્યું છે. આમ હવે ગુજરાતના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. આ યાદીમાં એક સમયે નિશ્ચિત મનાતા જયેશ રાદડિયા અને અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી જેવા મોટા નામોની બાદબાકી આશ્ચર્યજનક છે.
ગુજરાતમાં સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત 26 સભ્યનું નવું મંત્રીમંડળ બન્યું છે. મંત્રીમંડળની સંરચનામાં જોઈએ તો સીએમ સહિત પાટીદાર સમાજના 8 મંત્રી ઓબીસી સમાજના 7 મંત્રી, આદિવાસી સમાજના ચાર મંત્રી, અનુસૂચિત જાતિના ત્રણ મંત્રી, ક્ષત્રિય સમાજના બે મંત્રી, જૈન અને બ્રાહ્મણ સમાજમાંથી એક-એક મંત્રી નીમીને જ્ઞાતિગત સમીકરણ સાચવી લેવાયું છે. રીવાબાને કેબિનેટમાં સ્થાન મળતા શપથવિધિ નિમિત્તે રવિન્દ્ર જાડેજા મહાત્મા મંદિર પહોંચ્યો હતો. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ચારમાંથી એકને જ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. આના પગલે આગામી દિવસમાં પક્ષમાં હોદ્દા, ટિકિટ અને મંત્રીમંડળમાં સ્થાન પામવાની ઇચ્છાથી જોડાયેલા ઘરવાપસી કરે તો આશ્ચર્ય નહીં થાય. દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં આવી બની ચૂક્યું છે. મંગળ ગામિતે પાંચ વર્ષ સુધી પણ ભાજપમાંથી ટિકિટ કે હોદ્દો ન મળતાં કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી. આમ નવી કેબિનેટમાં સૌરાષ્ટ્ર નવ પ્રધાનો હોવાથી સૌરાષ્ટ્રનું પ્રભુત્વ છે.
કેબિનેટમાં પસંદ પામેલા મંત્રીઓ સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ અને પક્ષપ્રમુખ જેપી નડ્ડાની એક કલાક સુધી બેઠક ચાલી હતી. તેના પછી તેઓ મહાત્મા મંદિર ખાતે શપથવિધિ માટે રવાના થયા હતા. મહાત્મા મંદિર ખાતે પક્ષના કાર્યકરોનો અને આગેવાનોનો પણ મોટાપાયા પર જમાવડો થયો છે.
આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો
આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા
આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ
