Surat News/ CID કોર્ટમાં નોંધાયેલા ડ્રગ્સના કેસમાં હાઈકોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા

કોમર્શિયલ ક્વોન્ટીટીનું ડ્રગ્સ રાખવા અને ડ્રગ્સના વેચાણના આરોપ મુકાયા હતા

Gujarat Surat

Surat News : સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી મોહંમદ રેહાન જમીલ એહેમદ અન્સારી સામે NDPS એક્ટની કલમો તથા આઈપીસીની કલમો હેઠળ 21 જુલાઈ 2024ના રોજ ગુનો નોંધાયો હતો. જેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે કોમર્શિયલ ક્વોન્ટીટીનું ડ્રગ્સ રાખવા અને ડ્રગ્સના વેચાણના આરોપ મુકાયા હતા. આ કેસમાં આરોપી મોહમંદ રેહાનને હાઈકોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

આરોપી મોહંમદ રેહાન અન્સારીને NDPS એક્ટ 1988માંથી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરે 12.9.2025ના રોજ prevention Of Illict traffic In Narcotics And psychotropic Substance Avt,1988 હેઠળનો હુકમ કરીને આરોપીને પ્રિવેન્ટીવ ડિટેન્શન હેઠળ પોરબંદર સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.

તેની સામે આરોપીએ પોતાના એડવોકેટ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમીનલ અપીલ દાખલ કરી હતી. અને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર હાઈકોર્ટની ડિવીઝન બેન્ચમાં16.10.2025ના રોજ ક્રિમીનલ કેસની સુનાવણી થઈ હતી અને એડવોકેટ દ્વારા દલીલો કરતા જસ્ટીસ ઈલેશ જે વોરા અને જસ્ટીસ પી.એમ.રાવલની ડિવીઝન બેન્ચે આરોપી મોહંમદ રેહાન અન્સારીને પ્રિવેન્ટીવ ડિટેન્શનમાંથી મુક્ત કરવાનો તેમજ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરના હુકમને રદ્દ કરતો હુકમ ફરમાવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં છેડતીની શંકામાં બે સગા ભાઈઓને ઉતાર્યા મોતને ઘાટ

આ પણ વાંચો:સગીરાની છેડતી મામલે વિધર્મી યુવકે ઉશ્કેરાયને પરિવાર પર હુમલો કર્યો

આ પણ વાંચો:સુરત શહેરમાં મનોવિકૃતે જાહેરમાં પરીણિતાની છેડતી કરતા ચકચાર