ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ શપથ લીધા બાદ તેમણે રાજ્યના નાગરિકો અને કાર્યકર્તાઓને એક હૃદયસ્પર્શી અપીલ કરી હતી. તેમણે શુભેચ્છા માટે પોતાના અભિનંદનના હોર્ડિંગ્સ કે બેનરો ન લગાવવા વિનંતી કરીને, તેના બદલે જરૂરિયાતમંદ લોકોની સામાજિક સેવામાં યોગદાન આપીને તેમના જીવનમાં પ્રકાશ ફેલાવવાની અપીલ કરી હતી.
હર્ષ સંઘવીની આ નમ્ર અપીલનો એક સકારાત્મક અને ઉત્કૃષ્ટ પ્રતિભાવ મળ્યો હોવાનું એક બાબત ધ્યાને આવી છે. સુરત સ્થિત સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાને એક શુભેચ્છક તરફથી એક અનોખું દાન મળ્યું છે. આ દાતાએ નાયબ મુખ્યમંત્રીને અભિનંદન આપતા હોર્ડિંગ બેનર લગાવવાના બદલામાં, 30 જરૂરિયાતમંદ લોકોની નેત્રની સર્જરી કરાવી આપવા માટે સંસ્થાને દાન પૂરું પાડ્યું છે.
મારી સૌને કરબદ્ધ નમ્ર વિનંતી 🙏🏻
ગુજરાતના નાગરિકો તથા કાર્યકર્તા મિત્રોએ આપેલો પ્રેમ, પ્રસન્નતા અને આદર હૃદયપૂર્વક સ્વીકારું છું અને તેના માટે નતમસ્તક છું.
પરંતુ મારી આપ સૌને નમ્ર અપીલ છે કે અભિનંદન અને શુભકામનાઓના હોર્ડિંગ્સ અથવા બેનર લગાવવાને બદલે, આપણી ખુશીઓ સામાજિક સેવાઓ…
— Harsh Sanghavi (@sanghaviharsh) October 17, 2025
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઉમદા કાર્યને બિરદાવ્યું છે.
હર્ષ સંઘવીની સંવેદનશીલ અપીલને પગલે થયેલા આ દાનથી સ્પષ્ટ થાય છે કે, સન્માનના બદલે સામાજિક કલ્યાણને પ્રાધાન્ય આપવાની વિચારધારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. એક તરફ જ્યાં શુભેચ્છાઓના હોર્ડિંગ્સ થોડા દિવસોમાં ઉતારી લેવાય છે, ત્યાં આ 30 નેત્ર સર્જરી જરૂરિયાતમંદ લોકોના જીવનમાં કાયમી પ્રકાશ લાવશે. આ ઘટના સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે ‘શુભેચ્છા’ ખરા અર્થમાં ‘સેવા’ માં પરિવર્તિત થઈ શકે છે.
આ પણ વાંચો: Gandhinagar News/રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળના નવા સભ્યોનો પરિચય…
આ પણ વાંચો: Breaking News/નવા મંત્રીઓને કરાઈ ખાતાંની ફાળવણી, જાણો ક્યાં મંત્રીને કયું ખાતું મળ્યું?
આ પણ વાંચો: Gandhinagar News/કેબિનેટ વિસ્તરણઃ પ્રફુલ પાનસેરીયાએ નવા મંત્રીમંડળમાં પણ સ્થાન જાળવ્યું
