Gandhinagar News : ગાંધીનગર, રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખભાઈ માંડવિયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલએ કેન્દ્રીય મંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલએ દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન, સ્વદેશી અભિયાન, સ્વચ્છતા અભિયાન, યુવા વિકાસ જેવા વિવિધ વિષયો પર કેન્દ્રીય મંત્રી સાથે વિગતે ચર્ચા કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ વર્તમાન સમયમાં ભારતમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, યુવા કૌશલ્ય તેમજ રોજગાર લક્ષી બાબતો અંગે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યો અને નવીન આયામોથી રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. આગામી સમયમાં ભારતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ વધુ રોશન કરે તેવા પ્રયાસોને પ્રોત્સાહન આપવા રાજ્યપાલએ આ મુલાકાત દરમ્યાન જણાવ્યું હતુ.
આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો
આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા
આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ
