Gujarat Rain Forecast/ અંબાલાલ ફરીથી ત્રાટક્યા, નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદ ગુજરાતને ભીંજવશે

ણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ નવેમ્બરના પહેલાં અઠવાડિયામાં વરસાદ પડશે. તેમણે ક્યાં ભારે વરસાદ પડશે અને ક્યાં ખાલી વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

Gandhinagar Top Stories Gujarat Breaking News Uncategorized

Gandhinagar News: આપણે ત્યાં ફેવિકોલની એડ આવે છે, તેમા કહેવાય છે કે ફેવિકોલ કા જોડ હૈ તૂટેગા હી નહી. આ વખતે પણ ગુજરાતમાં વરસાદ જાણે ફેવિકોલ લઈને આવ્યો હોય તેમ ચીપકી ગયો છે. દરેક મહિનામાં વરસાદમાં કોઈને કોઈ રીતે ત્રાટકે છે. સપ્ટેમ્બરમાં સત્તાવાર રીતે વરસાદની સીઝન પૂરી થઈ ગઈ હોવા છતાં તે ઓક્ટોબરમાં ત્રાટક્યો હતો.

હવે જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ નવેમ્બરના પહેલાં અઠવાડિયામાં વરસાદ પડશે. તેમણે ક્યાં ભારે વરસાદ પડશે અને ક્યાં ખાલી વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

આમ અંબાલાલ પટેલની આગાહી મુજબ નવેમ્બરના પ્રારંભમાં ગુજરાતને વરસાદ પાછો ભીંજવશે. તેમના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં વરસાદના છાંટા પડશે. મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે, પણ વરસાદ પડશે ખરો. આમ ગાંધીધામથી લઈને ગાંધીનગર બધે જ વરસાદ પડશે. કોઈ વિસ્તાર કોરો નહીં રહે.

શિયાળામાં વરસાદ ખેડૂતો માટે આફત બની શકે છે. એકબાજુએ રવી પાક તૈયાર છે. જીરું-ઘઉંની વાવણી ચાલું છે. અચાનક વરસાદથી ખેડૂતો નુકસાનનો ભોગ બની શકે છે. તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખેડૂતોને જો કે આગોતરી જાણ તો થઈ ગઈ છે, પરંતુ તે પણ તકેદારીના પગલાં લઈલઈને કેટલાં લેશે. આમ ખેડૂતોએ હવે ફરીથી ધ્યાન રાખવાનું છે તેમને ક્યાંક રાતાપાણીએ રોવાનો વારો ન આવે. તેમની તકલીફો ન વધે. સરકાર પણ કેટલી રાહત આપશે. સરકારને દરેક રાહત ખેડૂતોને અપૂરતી નીવડે છે. નુકસાનના પ્રમાણમાં યોગ્ય વળતર મળતું નથી. વીમા કંપનીઓ પણ હાથ ઊંચા કરી દેતી જોવા મળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

આ પણ વાંચો: Banaskantha News/બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદી આફત, નિકોલ, ઓઢવ, શાસ્ત્રીનગરમાં પાણીનો ભરાવો, તંત્ર નિષ્ફળ