Ahmedabad News/ અમદાવાદમાં 28 લાખના નશીલા પદાર્થ સાથે 53 લાખનો મુદ્દામાલ કબજે, ચાર શખ્સો ઝડપાયા

SMCની ટીમે સરખેજ નજીક એક મકાનમાં દરોડો પાડી મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના સરખેજ પાસે એક મકાનમાં નશીલા પદાર્થનો જથ્થ હોવાની માહિતીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC)ની ટીમે અહીં દરોડો પાડ્યો હતો. પોલીસે સરખેજના અમવાજ રેસીડેન્સી પાસેના હરમેન બિલ્ડિંગના એક મકાન પર દરોડો પાડ્યો હતો.

પોલીસે અહીંથી રૂ.28,97,700 ની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. તે સિવાય પોલીસે 3 મોબાઈલ, 21,23,000 રોકડા અને બે વાહનો મળીને કુલ રૂ. 53,66,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અહીંથી પોલીસે મુખ્ય આરોપી પરવેજમિયા આઈ.શેખ, મોહમ્મદઝઈદ પી.કુરેશી, નહમ્મદ એચ.આલા અને તેજસ કે કારેલીયાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર થઈ જતા તેમની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં માતા અને ભાઈએ કરી બહેનની હત્યા કરી

આ પણ વાંચો:વડોદરામાં નવા વર્ષની ઉજવણીમાં મિત્રોને મળવા ગયો ને મોત મળ્યું, ખંજરના ઘા મારીને હત્યા કરી

આ પણ વાંચો:જૂનાગઢ શહેરમાં રક્તરંજીત બની દિવાળી, યુવાનની કરાઈ હત્યા