Ahmedabad News/ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત, બે ગંભીર

અમદાવાદના ધોળકા તાલુકા નજીક અમદાવાદ-ધોલરા એક્સપ્રેસ વે પર આજે એક ભયાનક અકસ્માત થયો. વેજલકા ગામ નજીક રોડ બ્લોક પર એક કાર સિમેન્ટના બેરિકેડ સાથે અથડાઈ, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે બે અન્ય ઘાયલ થયા.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદના ધોળકા તાલુકા નજીક અમદાવાદ-ધોલરા એક્સપ્રેસ વે પર આજે એક ભયાનક અકસ્માત થયો. વેજલકા ગામ નજીક રોડ બ્લોક પર એક કાર સિમેન્ટના બેરિકેડ સાથે અથડાઈ, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે બે અન્ય ઘાયલ થયા.

મળતી વિગતો મુજબ ધોલેરા એક્સપ્રેસ વે પર વેજલકા ગામ નજીક આ ભયાનક અકસ્માત થયો. કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી અને રોડ બ્લોકની વચ્ચે મૂકેલા સિમેન્ટના બેરિકેડ સાથે અથડાઈ. ટક્કર એટલી ગંભીર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ.

આ ગમખ્વાર અકસ્માતમાં એક પુરુષ અને બે મહિલાઓ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા. અકસ્માતની માહિતી મળતાં, ફેદરા અને પીપલીથી 108 એમ્બ્યુલન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી. બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અન્ય બેને ઇજાઓ સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

ગમખ્વાર અકસ્માતની ઘટનાની માહિતી મળતાં જ કોઠા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લીધો, પંચનામા તૈયાર કર્યા અને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યા. હાલમાં, કોઠા પોલીસ અકસ્માતના સંજોગો અને મૃતકો અને ઘાયલોની ઓળખની તપાસ કરી રહી છે. એક્સપ્રેસ વે પર આ અકસ્માત બાદ, ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અંધાધૂંધી સર્જાઈ હતી.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ ફલાવર શો પર લાગી શકે છે ગ્રહણ , ફલાવર શો મુદ્દે હાઇકોર્ટમાં કોંગ્રેસની પીટીશન , ફલાવર શો ન યોજવા માટે કોંગ્રેસે કરી અરજી , ચાંદખેડાના કાઉન્સિલર રાજશ્રી કેસરીની HCમાં અરજી ,

આ પણ વાંચો: વાઇબ્રન્ટ સમિટ બાદ સરકારનો બીજો સૌથી મોટો નિર્ણય, ફ્લાવર શો, પતંગોત્સવ રદ્દ

આ પણ વાંચો: હવે થી ફલાવરશો જોવા માટે અને સુગંધ  માણવા માટે પાકીટ માંથી વધારે પૈસા કાઢવા પડશે