Ahmedabad News/ ‘હમે ઘર મેં જો ભી હૈ દે દો, તુમ્હારે પતિ કો વરના માર દેંગે’ દંપતીના ઘરમાં છરીની અણીએ 21 લાખની લૂંટ

CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે બોડકદેવ પોલીસે ત્રણેય લૂંટારાઓની શોધ હાથ ધરી છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આર્યમાન બંગલોઝ સોસાયટીમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. ત્રણ અજાણ્યા શખસોએ રાત્રિના અંધારામાં 75 વર્ષીય વૃદ્ધ દંપતીને છરીની અણીએ બંધક બનાવી રૂ. 21.91 લાખની લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ જીવથી મારી નાખવાની ધમકી આપતા દંપતીને એકબીજાના માથે હાથ મુકાવી સોગંદ ખવડાવી હતી કે તેઓ આ બનાવની જાણ કોઈને કરશે નહીં.

પત્ની પલ્લવીબેન સાથે ફરિયાદી 75 વર્ષીય ભરતભાઈ શાહ આર્યમાન બંગલોઝમાં રહે છે. તેઓ ચાંગોદર ખાતે ક્રોસમાર્ક ઈનોવેશન નામની ટેક્સટાઈલ મશીનરી બનાવતી ફર્મ ચલાવે છે. 26 ઓક્ટોબરની રાત્રે લગભગ 12.30 વાગ્યે દંપતી સુઈ ગયાં હતાં. રાત્રે દોઢ વાગ્યે ભરતભાઈ બાથરૂમ માટે જાગી ગયા અને પરત આવ્યા બાદ બેડરૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. આ દરમિયાન ત્રણ લૂંટારાઓ બારીનો કાચ તોડી ઘરમાં ઘૂસ્યા હતા.દસ મિનિટ પછી ભરતભાઈ ફરી જાગ્યા ત્યારે બે અજાણ્યા શખસ છરી લઈને તેમની સામે ઊભા હતા.

એક લૂંટારાએ હિન્દીમાં ધમકી આપી “આવાજ મત કરના, નહીં તો માર દેંગે.” પછી પલ્લવીબેન જાગી ગયાં ત્યારે ત્રીજો લૂંટારો બેડરૂમમાં ઘૂસી આવ્યો અને કહ્યું “ઘર મેં જો ભી હૈ હમે દે દો, વરના તુમ્હારે પતિ કો માર દેંગે.”ડરથી ગભરાઈ ગયેલી પલ્લવીબેનને લૂંટારાઓએ તિજોરી બતાવવાની ફરજ પાડી. તેમણે બેડરૂમની તિજોરી ખોલી આપતા લૂંટારાઓએ સનાના અને હીરાના દાગીના, ઘડિયાળો, પ્લેટિનમના કડા, અને રોકડ મળી કુલ રૂ. 21.91 લાખની લૂંટ ચલાવી.CCTV ફૂટેજ મુજબ લૂંટારાઓ મકાનના પાછળના ભાગેથી દીવાલ કૂદીને રાત્રે 12.57 વાગ્યે ઘરમાં પ્રવેશ્યા હતા.

તેમણે ડાઇનિંગ રૂમની બાજુમાં આવેલી બારીનો કાચ તોડીને પ્રવેશ કર્યો હતો. લગભગ ત્રણ કલાક સુધી ઘરમાં રહી લૂંટ ચલાવ્યા બાદ રાતે 2.48 વાગ્યે દીવાલ કૂદીને ફરાર થઈ ગયા હતા.આ તરફ લૂંટ બાદ ગભરાયેલાં વૃદ્ધ દંપતીએ તરત જ સિક્યોરિટી ગાર્ડને જાણ કરી. સીસીટીવી ચેક કર્યા બાદ ગાર્ડે ઘટના બોડકદેવ પોલીસને જાણ કરી. ભરતભાઈ શાહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મકાનની આસપાસના CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે બોડકદેવ પોલીસે ત્રણેય લૂંટારાઓની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આઇફોન યુઝર્સ ફરી જોખમમાં, Appleનું એલર્ટ – પેગાસસ જેવા નવા સ્પાયવેર હુમલો કરી શકે છે

આ પણ વાંચો: પેગાસસ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ન્યૂયોર્ક ટાઇમ્સના સમાચારના આધારે FIR નોંધવા અરજી

આ પણ વાંચો: મમતા બેનર્જીએ પેગાસસ વિશે કર્યો ખુલાસો,25 કરોડમાં ખરીદવાની ‘ઓફર’ મળી હતી