Gandhidham News/ ગાંધીધામમાં આરોપી વીરા સુલેમાન નિગામના ગેરકાયદે દબાણો દૂર કરાયા

આરોપી વીરા સુલેમાન તથા તેના પિતા બંને સામે વિવિધ ગુનાઓ નોંધાયેલા છે

Gujarat Others

Gandhidham News : ગાંધીધામમાં આરોપી વીરા સુલેમાન નીગામના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આરોપી નીરા સુલેમાન ગાંધીધામ તાલુકાના કિડાણાનો રહેવાસી છે.આરોપી વીરા સુલેમાન તથા તેના પિતા બંને સામે વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. તેમની વિરૂધ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન તેમજ શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા છે.

દરમિયાન આરપીઓના કિડાણા સહજાનંદ સોસાયટી સર્વે નંબર 5/1 સાર્વજનિક પ્લોટ તા-ગાંધીધામ સ્થિત ગેરકાયદે દબાણો દૂર કરવામાંઆવ્યા હતા.આ કેસની વિગત મુજબ આરોપીએ પોતાના રહેઠાણના ફાયદા માટે કિડાણા સહજાનંદ સોસાયટી સર્વે નંબર 5/1 સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર રીતે 9500 સ્ક્વેર ચોરસ ફૂટમાં ચાર પાક્કી ઓરડીઓ બનાવી દીધી હતી.

તે સિવાય પ્લોટની આજુબાજુ વરંડોવાળી ગેરકાયદેસર દબાણ કરી કબ્જો કર્યો હતો. જે દબાણ દૂર કરવામાં આવ્યા છે તે પ્લોટની અંદાજિત કિંમત રૂ.40 લાખ હોવાનું સૂત્રોનું કહેવું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં દવાઓની બોટલોની આડમાં દારૂની તશ્કરી : 40 લાખના દારૂ સાથે 50.92 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે કરી ફાયરિંગ, પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો:રાષ્ટ્રીય એકતા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ‘યુનિટી માર્ચ’ને પ્રસ્થાન કરાવ્યું…