Dwarka News: દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ખેડૂત કરસનભાઈ બામરોટિયાએ મોંઘા બિયારણ ખરીદીને પાક ઉગાડ્યો હતો, પરંતુ જ્યારે તેમનો પાક બગડી ગયો, ત્યારે તેમણે આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ કોંગ્રેસ પક્ષે રાજ્ય સરકારની આકરી ટીકા કરી છે.
ભાણવડ તાલુકાના જામપર ગામના ખેડૂતે કર્યો આપઘાત
કોંગ્રેસે (Congress) માંગ કરી છે કે સરકાર સર્વે કરવાનો ઢોંગ બંધ કરે અને તાત્કાલિક ખેડૂતોને સહાય પૂરી પાડે. ખેડૂતો પહેલેથી જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને જ્યારે તેમનો પાક (Crop) નાશ પામે છે ત્યારે તેઓ હતાશ થઈ જાય છે. સરકારે તેમની પડખે ઊભા રહેવું જોઈએ. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે કપાસ, મગફળી, ડાંગર અને સોયાબીન જેવા પાકોને ભારે નુકસાન થયું છે. ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે.
37 વર્ષીય કરસન વાવણોટિયાના આપઘાતથી ચકચાર
વધુમાં, ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે દ્વારકાના ભાણવડ તાલુકાના 37 વર્ષીય યુવાન ખેડૂતે આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરી છે. આ ખૂબ જ દુઃખ અને ચિંતાનો વિષય છે. અમે માંગ કરીએ છીએ કે સરકાર તેના નાટક બંધ કરે અને તાત્કાલિક ખેડૂતોને 100 ટકા વળતર આપે અને તેમના દેવા માફ કરે. તેમણે ખેડૂતોને આશા ન ગુમાવવા અને આવું આત્યંતિક પગલું ન ભરવાની અપીલ કરી.
આ પણ વાંચો:દ્વારકાના જામ ખંભાળીયામાં ખાતર માટે ફરી લાઈનો લાગી
આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકામાં ‘મહાકાલ ગેંગ’ના 7 શખ્સો વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ કડક કાર્યવાહી
આ પણ વાંચો:દ્વારકા : દેવભૂમિ દ્વારિકાના પોલીસ કર્મીઓની દિવાળી સુધરી
