Gujarat News:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના સૂચન પર, સરકારી યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઓચિંતા નિરીક્ષણ દરમિયાન, યોજનાની માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ ચારમાંથી બે ખાનગી હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય બે હોસ્પિટલોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.
ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, ગોધરા, પંચમહાલ,કાશીમા હોસ્પિટલ, ભરૂચની હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે તેમજ ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ, કલોલ,અને ચિલ્ડ્રન એન્ડ નિયોનેટલ કેર સેન્ટર, દેવગઢ બારિયા, દાહોદને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેરમાં PICU અને NICU માટે જરૂરી માપદંડો પૂરા થયા નથી તેમજ મ્યાન સમાપ્ત થયેલી દવાઓ મળી આવી હતી. એટલુજ નહીં એક MBBS ડૉક્ટર પણ હાજર ન હતા આ સિવાય લાભાર્થીઓને યોજના વિશે માહિતી આપતો કિઓસ્ક સ્થાપિત કરવામાં આવ્યો ન હતો, સાથે જ ચેપ નિયંત્રણ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું ન હતું
જ્યારે કાશીમા હોસ્પિટલમાં PICU અને NICU માટેના માપદંડો પૂરા થયા ન હતા સાથે જ ચેપ નિયંત્રણ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું ન હતું,લાભાર્થીઓને યોજના વિશે માહિતી આપતો કિઓસ્ક સ્થાપિત કરવામાં આવ્યો ન હતો,નર્સિંગ સ્ટાફ લાયક ન હતો અને સાથે સાથે બપોર 12 વાગ્યા સુધી તબીબી અધિકારીઓ હાજર ન હતા.મકાન ઉપયોગ (BU) પરવાનગી અને ફાયર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઉપલબ્ધ નહોતા. જેના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. માહિતી અનુસાર આ હોસ્પીટલમાં લાભાર્થીઓને યોજના વિશે માહિતી આપતો કિઓસ્ક સ્થાપિત કરવામાં આવ્યો ન હતો.આ તરફ ચિલ્ડ્રન એન્ડ નિયોનેટલ કેર સેન્ટરને પણ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. કારણકે ત્યાં NICU માં મુદતવીતી દવાઓ મળી આવી હતી. એટલુ જ નહીં હોસ્પિટલે CCTV ફૂટેજ આપવાનો ઇનકાર કર્યો હતો.
લાભાર્થીઓને યોજના વિશે માહિતી આપતો કિઓસ્ક સ્થાપિત કરવામાં આવ્યો ન હતો. રાજ્ય સરકાર માનવતાવાદી સિદ્ધાંતો વિરુદ્ધ કાર્ય કરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.આ સંદર્ભે, આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ મોડી રાત્રે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને જનતા માટે લાભદાયી બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, આરોગ્ય ક્ષેત્રમાં માનવતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-MA) ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે વરદાન છે, તેથી, કોઈપણ પ્રકારની બેદરકારી કે માનવતા વિરોધી આચરણ સહન કરવામાં આવશે નહીં. ભવિષ્યમાં પણ, રાજ્ય સરકાર સરકારી યોજનાઓમાં માનવતાવાદી સેવા વિરુદ્ધ કાર્ય કરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો:આરોગ્યમંત્રીના અધ્યક્ષસ્થાને PMJAY-મા યોજનાની સમીક્ષા બેઠક
આ પણ વાંચો:ગુજરાતમાં આવતીકાલથી અસ્થાયીરૂપે PMJAY હેઠળ હ્રદયરોગની સારવાર રહેશે મુલતવી
આ પણ વાંચો:PMJAY-મા યોજનાની જરૂરી માહિતી મેળવવા ટોલ ફ્રી નંબર જાહેર
