Morbi News/ સોલાર પ્લાન્ટ સંદર્ભે 20 હજારની લાંચ લેતા મોરબી PGVCLનો ડેપ્યુટી એન્જિનીયર ઝડપાયો

ડેપ્યુટી એન્જિનીયરનો સાથીદાર પ્રજાજન પણ આકેસમાંઝડપાઈ ગયો હતો

Gujarat Others

Morbi News : સોલાર પેનલ લગાવવા બાબતે રૂ.20,000 ની લાંચ લેતા મોરબી PGVCLનો ડેપ્યુટી એન્જિનીયર તથા અન્ય એક શખ્સ ACBને હાથે ઝડપાઈ ગયા હતા.આ કેસની વિગત મુજબ ફરીયાદીની કંપનીએ સોલાર પેનલ લગાવવા અંગેનું કામકાજ કરે છે. ફરીયાદીએ બે કંપનીના સોલાર પ્લાન્ટનું કામકાજ કર્યું હતું જે બન્ને સોલાર પ્લાન્ટમાં સમયસર ઇલેક્ટ્રિક મીટર લગાવવા તથા સોલાર પ્લાન્ટમાં કોઇપણ પ્રકારની હેરાનગતિ ન કરવા બાબતે PGVCLના ડેપ્યુટી એન્જિનીયરે ફરીયાદી પાસેથી રૂ.20,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.

જે ગેરકાયદેસર લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ રાજકોટ ગ્રામ્ય ACBનો સંપર્ક કરી ફરીયાદ આરપી હતી. જેને આધારે પી.જી.વી.સી.એલ કચેરીની પાસે, વેજીટેબલ રોડ, મોરબી.પાસે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી મિનેષ જાદવનાએ ફરિયાદી સાથે વાતચીત કરી, આ ગેરકાયદેસર લાંચની રકમ આરોપી પ્રવીણભાઇ નાનજીભાઇ માકાસણા (પ્રજાજન) ને આપવાનું કહ્યું હતું. જેમાં બન્ને આરોપી લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો: ખેડૂત આક્રોશનો ફાયદો લેવા AAP પછી હવે કોંગ્રેસ મેદાનમાં

આ પણ વાંચો: ગુજરાતની ‘વનબંધુ કલ્યાણ યોજના’થી ખેતીનું ચિત્ર બદલાયું…’લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક’ આદિવાસી