Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની પ્રેરણાથી ઉજવાઇ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી અવસરે ‘યુનિટી માર્ચ‘ – પદયાત્રાનું આયોજન અને આત્મનિર્ભર ભારતના શપથ લેવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવાર 9મી નવેમ્બરે ‘યુનિટી માર્ચ’ના ભાગરૂપે યોજનારી રાજ્યવ્યાપી પદયાત્રાનો જૂનાગઢથી પ્રારંભ કરાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel)ની 150મી જન્મજયંતી અવસરે આ ‘યુનિટી માર્ચ’ (Unity March)નું આયોજન રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જૂનાગઢ જિલ્લા વહીવટ તંત્રના ઉપક્રમે કરવામાં આવ્યું છે.
9મી નવેમ્બરે ‘જૂનાગઢ મુક્તિ દિવસ’
ઉલ્લેખનીય છે કે, 1947ની 9મી નવેમ્બરે (9 November) જૂનાગઢ નવાબી શાસનમાંથી આઝાદ થઈને ભારતમાં ભળ્યું હતું તેને ‘જૂનાગઢ મુક્તિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલના મહત્વપૂર્ણ યોગદાનથી જૂનાગઢ (Junagadh) ભારત (India)માં ભળવાના આ યાદગાર દિવસે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે ‘યુનિટી માર્ચ’ના ભાગરૂપે પદયાત્રા (Pad Yatra)નું આયોજન વિશેષ મહત્વનું છે.
ડૉ. પ્રદ્યુમન વાજા તથા કૌશિક વેકરીયા ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel) આ પદયાત્રાનો રવિવારે (Sunday) સવારે 7 કલાકે પ્રારંભ કરાવશે તે વેળાએ જૂનાગઢ જિલ્લા પ્રભારી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, જિલ્લા સહ પ્રભારી, કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા (Pradhyumn Vaja, Kaushik Vakariya) તથા જૂનાગઢના મેયર ધર્મેશ પોશિયા અને ધારાસભ્ય તથા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
‘આત્મનિર્ભર ભારત’ના શપથ લેવાશે
આ પદયાત્રામાં સમાજના તમામ વર્ગો, કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી., એન.એસ.એસ., માય ભારત વોલંટીયર્સ, સહકારી સંસ્થાઓ, વિવિધ રાજકીય પક્ષો, ઔદ્યોગિક સંગઠનો, વાણિજ્ય સંગઠનો, ધાર્મિક સંસ્થાનો, સ્થાનિક સાધુ-સંતો, ઇન્ફ્લુએન્સર્સ, પૂર્વ સૈનિકો અને પરિવાર, રમતવીરો, પ્રગતિશીલ કિસાનો, પ્રબુદ્ધ નાગરિકો, કામદારો, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાના પદાધિકારીઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો સહભાગી થશે અને આત્મનિર્ભર ભારતના શપથ લેશે.
આ પણ વાંચો:સરદાર સરોવર નર્મદા ડેમ 2017માં રાષ્ટ્રાર્પણ પછી 6 ઠ્ઠી વાર 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો…
આ પણ વાંચો:સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી
