Mehsana news/ કડીમાં એક કરોડના દારૂના જથ્થા સાથે પોણા બે કરોડનો મુદ્દામાલ કબજે

SMCએ એક શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

Gujarat Others

Mehsana News : મહેસાણાના કડી તાલુકામાંથી પોલીસે એક કરોડથી વધુના દારૂના જઝ્ઝા સાથે 1.88 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે એક શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ(SMC)ની ટીમને માહિતી મળી હતી કે કડીના કાહવા ગામ નજીકથી વાહનમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.

જેને આધારે પોલીસે બે વાહનો અટકાવ્યા હતા. જેમાં તપાસ કરતા અંદરથી રૂ.1,38,06,810ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે સિવાય પોલીસે બે વાહનો મળીને કુલ રૂ. રૂ.1,88,43,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ બનાવમાં પોલીસે રાજસ્થાનના હરિકિશન એમ સુથારની ધરપકડ કરી હતી. જ્યારે ચાર શખ્સો ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણાના કડીમાં 7 વર્ષની બાળકીનું કબાટમાં પૂરાતાં ગૂંગળામણથી મોત

આ પણ વાંચો:મહેસાણા કડીમાં એક જ દિવસમાં બે મહિલાઓની આત્મહત્યા

આ પણ વાંચો:મહેસાણાના કડીમાં રોડ-રસ્તાની હાલતને લઇ ભાજપ MLA લાલઘૂમ